ઈંગ્લેન્ડ સામેની વર્તમાન સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન રિષભ પંત બેટથી શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન તેને બે વાર ઈજા થઈ હતી. લોર્ડ્સ ટેસ્ટ મેચમાં ઈજા થયા બાદ રિષભ પંત રમ્યો હતો.


માન્ચેસ્ટર ટેસ્ટ મેચ પહેલા ફિટ રહેલા રિષભ પંતને આ મેચમાં પણ ઈજા થઈ હતી. જેના કારણે તે હવે છેલ્લી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. ટીમમાંથી બહાર થયા બાદ રિષભ પંતે ઈમોશનલ રિએક્શન આપ્યું છે. આ સાથે તેને કહ્યું કે તે આગળ શું કરવા જઈ રહ્યો છે.

રિષભ પંતની સામે આવી પહેલી પ્રતિક્રિયા

ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ રિષભ પંતના સ્થાને ખેલાડીની જાહેરાત પણ કરવામાં આવી હતી. બીસીસીઆઈની જાહેરાત બાદ રિષભ પંતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પરત ફરવા પર કહ્યું કે 'મને મળેલા બધા પ્રેમ અને શુભેચ્છાઓ માટે હું આભારી છું. તે ખરેખર મારા માટે શક્તિનો સ્ત્રોત રહ્યો છે.


વધુમાં રિષભ પંતે કહ્યું કે જ્યારે મારું ફ્રેક્ચર સાજું થશે ત્યારે હું મારું રિહેબ શરૂ કરીશ. હું ધીમે ધીમે મારી જાતને આ પ્રક્રિયામાં લાવી રહ્યો છું, હું ધીરજ રાખીશ, દિનચર્યાનું પાલન કરીશ અને મારું 100% આપીશ. દેશ માટે રમવું એ હંમેશા મારા જીવનની સૌથી ગર્વની ક્ષણ રહી છે. મને ગમતું કામ ફરીથી કરવા માટે હું ઉત્સુક છું.'

રિષભ પંતની જગ્યાએ ધ્રુવ જુરેલને મળી શકે છે તક

શાનદાર ફોર્મમાં રહેલા રિષભ પંતની ઈજાને કારણે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. છેલ્લી ટેસ્ટ મેચમાં યુવા વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને તેના સ્થાને પ્લેઈંગ 11માં તક મળી શકે છે. રિષભ પંતની ઈજાને કારણે જુરેલ છેલ્લી 2 ટેસ્ટ મેચ માટે વિકેટકીપિંગ કરતો જોવા મળ્યો હતો. પરંતુ રિષભ પંતના સ્થાને નારાયણ જગદીસન ટીમનો ભાગ બન્યો છે. છેલ્લી ટેસ્ટમાં જગદીસન બેન્ચ પર બેસતો જોવા મળી શકે છે.


  • Follow us on: