ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી સિરીઝની ચાર મેચ સમાપ્ત થઈ છે. જેમાં ઈંગ્લેન્ડે બે મેચ જીતીને સિરીઝમાં લીડ મેળવી છે, પરંતુ ભારતીય ટીમ હજુ સુધી સિરીઝ હાર્યું નથી. ટીમ ઈન્ડિયા એક મેચ જીતી છે અને એક મેચ ડ્રો રહી.


એટલે કે હવે છેલ્લી અને પાંચમી મેચ સિરીઝનું પરિણામ નક્કી કરશે. આ દરમિયાન છેલ્લી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડે એક નવા ખેલાડીને ટીમમાં જગ્યા મળી છે. તમને જણાવી દઈએ કે કોણ ટીમમાં જગ્યા મેળવવામાં સફળ રહ્યું છે.

જેમી ઓવરટનને ઘણા વર્ષો પછી રમવાની મળી શકે છે તક

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે પોતાની ટીમની જાહેરાત કરી છે. ટીમમાંથી કોઈને બહાર કરવામાં આવ્યું નથી, પરંતુ જેમી ઓવરટનને ટીમમાં સામેલ કર્યો છે. ઈંગ્લેન્ડની ટીમમાં કુલ 15 ખેલાડીઓ થયા છે, જે પહેલા ફક્ત 14 ખેલાડીઓ હતા. જેમી ઓવરટન ઓલરાઉન્ડર તરીકે ફેમસ છે.


જેમી ઓવરટને લગભગ ત્રણ વર્ષ પહેલા કર્યું હતું ટેસ્ટ ડેબ્યૂ

જેમી ઓવરટને અત્યાર સુધી પોતાના ટેસ્ટ કરિયરમાં ફક્ત એક જ મેચ રમી છે, જેમાં તેને બે સફળતા મળી છે. તેને અત્યાર સુધીમાં ઈંગ્લેન્ડ માટે 6 વનડે અને 12 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. જેમી ઓવરટને જૂન 2022માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, ત્યારથી તેને કોઈ ટેસ્ટ રમવાની તક મળી નથી. ટીમમાં જગ્યા મળ્યા પછી તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળશે કે નહીં તે આગામી મેચમાં જાણી શકાશે.

રિષભ પંત ભારતીય ટીમમાંથી બહાર

સિરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ બનવાની છે. જો ઈંગ્લેન્ડ પાંચમી ટેસ્ટ મેચ જીતે છે અથવા પાંચમી ટેસ્ટ મેચ ડ્રો થાય છે, તો ઈંગ્લેન્ડ સિરીઝ જીતી જશે, પરંતુ જો ભારતીય ટીમ જીતે છે, તો સિરીઝ ડ્રો થશે. ઈંગ્લેન્ડ વિશે કહેવું મુશ્કેલ છે, પરંતુ એ નક્કી છે કે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થશે. રિષભ પંત ઈજાગ્રસ્ત છે અને તે આગામી ટેસ્ટમાંથી બહાર છે.

  • Follow us on: