ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી માન્ચેસ્ટર ટેસ્ટમાં ભારતીય ટીમે શાનદાર વાપસી કરી અને મેચ ડ્રો કરી. 311 રનથી પાછળ રહ્યા બાદ, ભારતીય ટીમે જોરદાર વાપસી કરી.


બીજી ઈનિંગમાં ત્રણ ભારતીય ખેલાડીઓએ સદી ફટકારી. બીજી ઈનિંગમાં ભારતે 4 વિકેટ ગુમાવીને 425 રન બનાવ્યા. બીજી ઈનિંગમાં શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે સદી ફટકારી.

ટીમ ઈન્ડિયાની શાનદાર બેટિંગ

ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમની શરૂઆત સારી રહી. કેએલ રાહુલે 46 રન બનાવ્યા. યશસ્વી જયસ્વાલે 58 રન બનાવ્યા. તેમના સિવાય સાઈ સુદર્શને 61 રન, શુભમનએ 12 રન, પંતે 54 રન બનાવ્યા. રવિન્દ્ર જાડેજાએ 20 રન, ઠાકુરે 41 રન, વોશિંગ્ટન સુંદરે 27 રન બનાવ્યા. ભારતે પહેલી ઈનિંગમાં બધી વિકેટ ગુમાવ્યા બાદ 358 રન બનાવ્યા. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે 5 વિકેટ લીધી. આર્ચરે 3 વિકેટ, ક્રિસ વોક્સે 1 વિકેટ અને લિયામ ડોસને 1 વિકેટ લીધી.

ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં કરી શાનદાર બેટિંગ

ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં શાનદાર બેટિંગ કરી અને બધી વિકેટ ગુમાવ્યા બાદ 669 રન બનાવ્યા. પહેલી ઈનિંગમાં ઈંગ્લેન્ડે 311 રનની લીડ મેળવી. ઈંગ્લેન્ડના ઓપનરોએ 166 રનની પાર્ટનરશીપ કરી. જેક ક્રાઉલીએ 84 રન બનાવ્યા. બેન ડકેટે 94 રન બનાવ્યા. તેના સિવાય ઓલી પોપે 71 રન બનાવ્યા.


જો રૂટે 150 અને બેન સ્ટોક્સે 141 રન બનાવ્યા. ક્રિસ વોક્સે 26 અને બ્રાયડન કાર્સે 47 રન બનાવ્યા. ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ ભારતીય બોલરોને વધુ તક આપી ન હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ, જસપ્રીત બુમરાહએ 2 વિકેટ, વોશિંગ્ટન સુંદરે 2 વિકેટ, અંશુલ કંબોજે 1 વિકેટ અને મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી.

બીજી ઈનિંગમાં ભારતીય ટીમની ખરાબ શરુઆત

311 રનથી પાછળ પડ્યા બાદ ભારતીય ટીમની બીજી ઈનિંગમાં શરૂઆત ખૂબ જ ખરાબ રહી. 2 વિકેટો કોઈ રન વગર પડી ગઈ. ત્યારબાદ કેએલ રાહુલ અને શુભમન ગિલ વચ્ચે 188 રનની પાર્ટનરશીપ થઈ. 90 રનની ઈનિંગ રમીને કેએલ રાહુલ આઉટ થયો. ત્યારબાદ શુભમન ગિલ 103 રન બનાવીને લંચ પહેલા આઉટ થયો. અહીંથી રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે બાજી સંભાળી. બંનેએ પાંચમી વિકેટ માટે અણનમ 203ની પાર્ટનરશીપ કરીને ઈંગ્લેન્ડની જીતની આશાઓ પર પાણી ફેરવી દીધું.

  • Follow us on: