ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ માન્ચેસ્ટરમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા પાંચમા દિવસે આ મેચ ડ્રો કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી પણ આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. પરંતુ લોર્ડ્સ ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયા બાદ આ ખેલાડી હવે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.


સિરીઝમાંથી બહાર થયા બાદ નીતિશ કુમાર રેડ્ડીની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે, તેના વિરુદ્ધ બાકી પૈસા માટે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

નીતિશ કુમાર રેડ્ડી સામે કેસ દાખલ

મીડિયા રિપોર્ટ મુજબ નીતિશ રેડ્ડીની ભૂતપૂર્વ પ્લેયર એજન્સી સ્ક્વેર ધ વનએ ખેલાડી વિરુદ્ધ 5 કરોડ રૂપિયાથી વધુના બાકી લેણાં માટે કેસ દાખલ કર્યો છે. નીતિશ કુમાર રેડ્ડી અને સ્ક્વેર ધ વન વચ્ચેનો કોન્ટ્રાક્ટ ઓસ્ટ્રેલિયામાં રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન સમાપ્ત થયો હતો.

આ કેસ પ્લેયર એજન્સી સ્ક્વેર ધ વન દ્વારા આર્બિટ્રેશન એન્ડ કન્સિલિએશન એક્ટની કલમ 11(6) હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. નીતિશ કુમાર રેડ્ડી પર મેનેજમેન્ટ કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કરવાનો અને બાકી રકમ ન ચૂકવવાનો આરોપ છે. હવે આ કેસની સુનાવણી 28 જુલાઈએ દિલ્હી હાઈકોર્ટમાં થઈ શકે છે. આ એજન્સીએ નીતિશ કુમાર રેડ્ડી સાથે 4 વર્ષ સુધી કામ કર્યું.

નીતિશ ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાંથી થયો બહાર

બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન ટીમ ઈન્ડિયા માટે નીતીશ કુમાર રેડ્ડીને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી. આ સિરીઝમાં તેને પહેલી સદી ફટકારી. ત્યારબાદ તેને ઈંગ્લેન્ડ સાથે ચાલી રહેલી 5 મેચની ટેસ્ટ સિરીઝ માટે પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો.

આ સિરીઝમાં નીતિશે પહેલી 3 મેચ રમી હતી, પરંતુ તેનું પ્રદર્શન ખાસ ન હતું. ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન નીતિશ કુમાર રેડ્ડી ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. જેના કારણે તેને ચોથી અને પાંચમી ટેસ્ટમાંથી બહાર રહેવું પડ્યું હતું. માન્ચેસ્ટર ટેસ્ટમાં નીતિશની જગ્યાએ શાર્દુલ ઠાકુર રમી રહ્યો છે.


  • Follow us on: