માન્ચેસ્ટરમાં બે દિવસ સુધી બચાવ કર્યા પછી ટીમ ઈન્ડિયા ચોથી ટેસ્ટ મેચ ડ્રો કરવામાં સફળ રહી. શુભમન ગિલ અને કેએલ રાહુલની શાનદાર ઈનિંગ પછી વોશિંગ્ટન સુંદર અને રવિન્દ્ર જાડેજા ક્રીઝ પર મજબૂત રીતે ઉભા રહ્યા.


રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર બંનેએ સદી ફટકારી. વોશિંગ્ટન સુંદર 101 રન બનાવ્યા પછી અણનમ રહ્યો, જ્યારે રવિન્દ્ર જાડેજાએ 107 રન બનાવ્યા. ભારતીય બેટ્સમેનોએ લગભગ પાંચ સેશન સુધી બેટિંગ કરી અને ઈંગ્લેન્ડની આશાઓ પર પાણી ફેરવી દીધું. મેચ ડ્રો થયા પછી બોલીવુડના દિગ્ગજ એક્ટર અમિતાભ બચ્ચનની પણ એક ફની પ્રતિક્રિયા સામે આવી.

ડ્રો પર અમિતાભ બચ્ચનની પ્રતિક્રિયા

ઓલ્ડ ટ્રેફોર્ડ માનચેસ્ટરમાં ડ્રો થયેલી મેચ ટીમ ઈન્ડિયા માટે જીતથી ઓછી માનવામાં આવી રહી નથી. ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં 311 રનની લીડ મેળવ્યા પછી દરેક ફેન્સને લગભગ ખાતરી હતી કે ટીમ ઈન્ડિયાની હાર થશે. પરંતુ ભારતીય બેટ્સમેન હાર ન માનવા માટે મક્કમ હતા અને ખૂબ જ સારી લડત આપી હતી.


મેચનું પરિણામ ડ્રો થયા પછી અમિતાભ બચ્ચન પણ ટીમ ઈન્ડિયાના વખાણ કરતા પોતાને રોકી શક્યા નહીં. તેમને પોતાના એક્સ એકાઉન્ટ પર ખુશી વ્યક્ત કરતા લખ્યું છે કે "ટેક?? અરે ગોરે કો ટિક્કા દિયા રે." આ સાથે, તેમને હસતો ઈમોજી પણ શેર કર્યો છે.

જાડેજા-સુંદર સામે ઈંગ્લિશ બોલર્સની હાર

જ્યારે કેપ્ટન શુભમન ગિલ 222 રનના સ્કોર પર પેવેલિયન પાછો ફર્યો, ત્યારે એક પળ માટે એવું લાગ્યું કે આ મેચ ટીમ ઈન્ડિયાના હાથમાંથી સરકી જશે. પરંતુ આ પછી રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે જવાબદારી સંભાળી અને પાંચમી વિકેટ માટે 203 રનની શાનદાર પાર્ટનરશીપ કરી. વોશિંગ્ટન સુંદરે પોતાના ટેસ્ટ કરિયરની પહેલી સદી ફટકારી અને 101 રન બનાવ્યા પછી અણનમ રહ્યો.

રવિન્દ્ર જાડેજાએ 107 રનની શાનદાર ઈનિંગ રમી. સુંદર-જાડેજા સામે ઈંગ્લેન્ડના કેપ્ટનનો દરેક દાવ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો અને માન્ચેસ્ટરમાં સિરીઝ જીતવાનું ઈંગ્લેન્ડ ટીમનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું. કેપ્ટન શુભમન ગિલે સદી ફટકારતી વખતે 103 રન બનાવ્યા, જ્યારે કેએલ રાહુલે 90 રનની શાનદાર ઈનિંગ રમી.


  • Follow us on: