ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસ પર છે. આ સાથે ઘણા અન્ય ખેલાડીઓ પણ આ સમયે ઈંગ્લેન્ડમાં હાજર છે. જ્યાં ખેલાડીઓ કાઉન્ટી ક્રિકેટ રમતા જોવા મળે છે. ચોથી ટેસ્ટ મેચ પછી એવા સમાચાર આવી રહ્યા છે કે એક ભારતીય ફાસ્ટ બોલર અચાનક ઈંગ્લેન્ડથી પરત ફરી રહ્યો છે.


આ ખેલાડીએ 2 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. જેમાં તેને શાનદાર બોલિંગ કરી હતી. આ પરિસ્થિતિમાં ટીમને અધવચ્ચે છોડી દેવાથી બધા ફેન્સ હેરાન થઈ ગયા છે. પરંતુ ટીમે તેની પાછળનું કારણ પણ જણાવ્યું છે.

ભારતીય ફાસ્ટ બોલર અચાનક સ્વદેશ પરત ફર્યો

ભારતીય ટીમના ફાસ્ટ બોલર ખલીલ અહેમદે એસેક્સ ક્રિકેટ ટીમ સાથે 6 ફર્સ્ટ ક્લાસ મેચ અને 10 લિસ્ટ A મેચ માટે કોન્ટ્રાક્ટ કર્યો હતો. જેમાંથી ખલીલ અહેમદે ફક્ત 2 મેચ રમી હતી. જેમાં તેને 4 વિકેટ લીધી હતી. આ દરમિયાન ખલીલ અહેમદે પર્સનલ કારણોસર ટીમને અધવચ્ચે છોડી દેવાનો નિર્ણય લીધો છે.


એસેક્સ ટીમે આ અંગે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે 'એસેક્સ ક્રિકેટ પુષ્ટિ કરે છે કે ખલીલ અહેમદે પર્સનલ કારણોસર ઘરે પરત ફરવાનો નિર્ણય લીધો છે અને ક્લબ સાથેનો તેમનો કાર્યકાળ સમાપ્ત થશે.'

એસેક્સ ટીમ વ્યક્ત કર્યું દુ:ખ

ફાસ્ટ બોલર ખલીલ અહેમદના અધવચ્ચે જ પરત ફરવાને લઈને ટીમે કહ્યું કે 'અમને તેને જતા જોઈને દુઃખ થયું છે, અમે ખલીલ અહેમદના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ અને અમારી સાથેના સમય દરમિયાન તેના યોગદાન બદલ અમે તેના આભારી છીએ.

એસેક્સ ક્રિકેટમાં દરેક વ્યક્તિ ખલીલ અહેમદને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવે છે.' એસેક્સ માટે રમતા પહેલા ખલીલ અહેમદે ઈન્ડિયા A માટે એક મેચ પણ રમી હતી. જેમાં તેને 4 વિકેટ લીધી હતી. પરંતુ તે પછી પણ તેને ટેસ્ટ ટીમમાં તક મળી ન હતી. જેના કારણે તેને કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમવાનો મોટો નિર્ણય લીધો.

  • Follow us on: