ક્રિકેટની દુનિયામાં એવું કહેવામાં આવે છે કે જે પણ રેકોર્ડ બને છે, તે તૂટે છે, પરંતુ તે રેકોર્ડની ઉંમર મહત્વની છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં લગભગ 90 વર્ષ પહેલાં એક મહાન રેકોર્ડ બન્યો હતો, જે આજ સુધી તૂટ્યો નથી.


પરંતુ હવે એવું લાગે છે કે તે ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ સિરીઝની છેલ્લી મેચમાં તૂટશે. તમને જણાવી દઈએ કે ડોન બ્રેડમેનનો આ એક ખૂબ મોટો રેકોર્ડ છે.

ડોન બ્રેડમેને કેપ્ટન તરીકે ટેસ્ટ સિરીઝમાં બનાવ્યા છે સૌથી વધુ રન

ટેસ્ટ સિરીઝમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સર ડોન બ્રેડમેનના નામે છે. વર્ષ 1937માં ઈંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ કરતી વખતે તેમને પાંચ મેચની સિરીઝમાં 810 રન બનાવ્યા હતા. તે સિરીઝમાં ડોન બ્રેડમેને 3 સદી અને 1 અડધી સદી ફટકારી હતી. તેમના નામે એક બેવડી સદી પણ હતી. જ્યારે તેમને 270 રન બનાવ્યા હતા. તે સિરીઝમાં ડોમ બ્રેડમેનની એવરેજ 90 હતી. ત્યારથી લગભગ 90 વર્ષ વીતી ગયા છે. ઘણા કેપ્ટન આ રેકોર્ડની નજીક પહોંચ્યા, પરંતુ તેને તોડી શક્યા નહીં.

ગ્રેહામ ગૂચ આ રેકોર્ડ તોડવાથી ચૂકી ગયા

ઈંગ્લેન્ડના ગ્રેહામ ગૂચ ડોન બ્રેડમેનના આ રેકોર્ડની સૌથી નજીક આવી ગયા હતા. જો તે સિરીઝમાં 5 મેચ હોત, તો આ રેકોર્ડ 35 વર્ષ પહેલાં તૂટી ગયો હોત. તે વર્ષે ગ્રેહામ ગૂચે સિરીઝમાં 752 રન બનાવ્યા હતા. પરંતુ ડોન બ્રેડમેનને 5 મેચમાં 9 ઈનિંગ મળી હતી, જ્યારે ગ્રેહામ ગૂચે 3 મેચમાં ફક્ત 6 ઈનિંગ જ મેળવી હતી. જો આ સિરીઝમાં 5 મેચ હોત, તો ડોન બ્રેડમેન પાછળ રહી ગયા હોત.

આ વખતે તૂટી શકે છે ડોન બ્રેડમેનનો રેકોર્ડ

ગ્રેહામ ગૂચે તે વર્ષે 3 સદી અને 2 અડધી સદી ફટકારી હતી. આ સિરીઝ દરમિયાન ગ્રેહામ ગૂચે પણ 333 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જે આજે પણ યાદગાર છે. આ એવો ખેલાડી અને સમય હતો જ્યારે એવું લાગતું હતું કે ડોન બ્રેડમેનનો રેકોર્ડ તૂટશે, પરંતુ તે વર્ષે એવું કંઈ બન્યું નહીં. પરંતુ હવે આ રેકોર્ડ ફરીથી તૂટવાની શક્યતાઓ છે.

શુભમન ગિલ કરી શકે છે એક અનોખી સિદ્ધિ

શુભમન ગિલે આ સિરીઝમાં કેપ્ટન તરીકે 4 મેચની 8 ઈનિંગમાં 722 રન બનાવ્યા છે. જો તે 811 રન બનાવશે તો 90 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી જશે. પરંતુ ડોન બ્રેડમેન સુધી પહોંચવા માટે શુભમન ગિલે પહેલા ભારતના સુનીલ ગાવસ્કરને પાછળ છોડવો પડશે. સુનીલ ગાવસ્કરે 1979માં ટેસ્ટમાં ભારતની કેપ્ટનશીપ દરમિયાન સૌથી વધુ રન બનાવ્યા હતા. તે વર્ષે વેસ્ટ ઈન્ડિઝ સામે રમતા ગાવસ્કરે 6 મેચની સિરીઝની 9 મેચમાં 732 રન બનાવ્યા હતા. હવે એ જોવું રસપ્રદ રહેશે કે શુભમન ગિલ આ રેકોર્ડ તોડી શકે છે કે નજીક આવ્યા પછી તે ચૂકી જાય છે. 

  • Follow us on: