સીઝન 18માં ખરાબ રીતે નિષ્ફળ ગયેલી ફ્રેન્ચાઈઝીઓએ હવે IPL 2026 ની તૈયારી શરૂ કરી દીધી છે. હાલમાં સીઝન 19 માટે ટ્રેડ વિન્ડો ખુલી છે. જેના કારણે સ્ટાર ખેલાડીઓને જોડાવા માટે ઓફર આપવામાં આવી રહી છે.
આ દરમિયાન IPL 2025 ની મેગા ઓક્શનમાં 14 કરોડ રૂપિયામાં વેચાયા બાદ દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ બનેલા કેએલ રાહુલને ભૂતપૂર્વ ચેમ્પિયન ફ્રેન્ચાઈઝ દ્વારા જોડાવાની ઓફર કરવામાં આવી રહી છે.
કેએલ રાહુલને મળી મોટી ઓફર
મીડિયા રિપોર્ટ મુજબ 3 વખતની IPL ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝીને મોટી ઓફર આપી છે. KKR ફ્રેન્ચાઈઝી KL રાહુલને તેમની ટીમમાં સામેલ માગે છે. મીડિયા રિપોર્ટ મુજબ KKR ટીમ હવે રાહુલને તેની ટીમમાં સામેલ કરવા માટે 25 કરોડ સુધી ખર્ચ કરવા તૈયાર છે.
KKRએ દિલ્હી કેપિટલ્સ ટીમને 25 કરોડની મોટી ઓફર આપી છે. પરંતુ શું આ ટ્રેડ ડીલ ફક્ત પૈસા વિશે હશે કે દિલ્હી પણ KKRના કેટલાક ખેલાડીઓને લેવામાં રસ દાખવી રહી છે. આને લઈને હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી.
કોલકાતા નાઈટ રાઈડર્સ કેપ્ટનની શોધમાં
અજિંક્ય રહાણેએ IPL 2025 માં કોલકાતા નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઈઝીની કેપ્ટનશીપ કરી હતી. જ્યાં ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. આ પરિસ્થિતિમાં હવે ફ્રેન્ચાઈઝી નવા કેપ્ટનની શોધમાં છે. લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરી ચૂકોલા કેએલ રાહુલ હાલમાં ટીમની પહેલી પસંદગી બન્યો છે. આ પરિસ્થિતિમાં કેકેઆર ટીમ આ ટ્રેડ ડીલ પૂર્ણ કરવા માટે પોતાની બધી તાકાત લગાવી રહી છે. હાલમાં દિલ્હી કેપિટલ્સ ટીમે આને લઈને કોઈ પ્રતિક્રિયા આપી નથી.
KKR એ પોતાના પગ પર કુહાડી મારી?
IPL 2025 ના ઓક્શન પહેલા KKRએ પોતાના પગ પર કુહાડી મારી. હકીકતમાં તેને કેપ્ટન શ્રેયસ ઐયરને રિટેન કર્યો ન હતો, જેને ટીમને ત્રીજી IPL જીતી હતી, પરિણામે આ ખેલાડી પંજાબ કિંગ્સનો કેપ્ટન બન્યો. શ્રેયસ ઐયરના જવાથી KKR ને મોટું નુકસાન થયું. પહેલા તેનો કેપ્ટન બદલાયો, ત્યારબાદ ટીમની રમવાની રીત પણ બદલાઈ ગઈ.
ટીમ 14 માંથી ફક્ત 5 મેચ જીતી શકી. IPL 2026 પહેલા ટીમે મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિતને પણ હટાવી દીધા છે. ભરત અરુણ, જે એક સમયે આ ટીમના બોલિંગ યુનિટને મજબૂત બનાવતા હતા, તે પણ લખનૌમાં જોડાયા છે. હવે KKR કોઈક રીતે KL રાહુલને ટીમમાં લાવીને તેની ટીમને સંતુલિત કરવાની તૈયારી કરી રહ્યું છે. સવાલ એ છે કે શું દિલ્હી કેપિટલ્સ KL રાહુલને રિલીઝ કરશે, હાલમાં આનો જવાબ કદાચ ના હશે.