ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ કેનિંગ્ટનના ઓવલ મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન ઓલી પોપે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય કેપ્ટન શુભમન ગિલે પ્લેઈંગ ઇલેવનમાં ઘણા ફેરફારો કર્યા છે. જેથી સિરીઝ બરાબરી કરી શકાય.


કેપ્ટન શુભમન ગિલે ટોસ સમયે કહ્યું હતું કે અમને ટોસ હારવામાં કોઈ વાંધો નથી. જો આપણે મેચ જીતીએ તો. બોલરો માટે આ સારી પિચ હોવી જોઈએ. અમે ફેરફારો કર્યા છે. ધ્રુવ જુરેલ, કરુણ નાયર અને પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ખેલાડીઓ એક જીત શોધી રહ્યા છે અને પોતાનું સર્વસ્વ આપશે.

ભારત પાસે સિરીઝ બરાબર કરવાની તક

ઈંગ્લેન્ડની ટીમે પહેલી મેચ 5 વિકેટથી જીતી હતી. આ પછી ભારતીય ટીમે બીજી મેચમાં વાપસી કરી અને 336 રનથી મેચ જીતી લીધી. ત્યારબાદ ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા જીતના આરે આવીને હારી ગઈ અને 22 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ પછી ચોથી ટેસ્ટ મેચ ડ્રો થઈ. હાલમાં ટીમ ઈન્ડિયા 1-2 થી પાછળ છે. હવે જો ટીમ ઈન્ડિયા પાંચમી ટેસ્ટ મેચ જીતી જાય છે, તો તે સિરીઝ 2-2 થી બરાબર કરી લેશે.

ભારતે ઓવલ મેદાન પર જીતી છે ફક્ત બે ટેસ્ટ મેચ

ટીમ ઈન્ડિયાએ કેનિંગ્ટન ઓવલ મેદાન પર અત્યાર સુધીમાં કુલ 15 મેચ રમી છે, જેમાંથી તેને ફક્ત 2 જ જીતી છે અને 6 હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 7 મેચ ડ્રો રહી હતી. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ફક્ત વિરાટ કોહલી અને અજિત વાડેકરની કેપ્ટનશીપમાં ઓવલ મેદાન પર જીત મેળવી છે.

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન

ઈંગ્લેન્ડ: જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ (કેપ્ટન), જો રૂટ, હેરી બ્રુક, જેકબ બેથેલ, જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, ગુસ એટકિન્સન, જેમી ઓવરટન, જોશ ટંગ

ટીમ ઈન્ડિયા: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), કરુણ નાયર, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.


  • Follow us on: