ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સ ટેસ્ટ મેચમાં પણ સારું પ્રદર્શન કરી રહી છે. આ મેચમાં કેએલ રાહુલ, રિષભ પંત અને રવિન્દ્રએ બેટથી સારું પ્રદર્શન કર્યું હતું. જ્યારે મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહનું બોલ સાથે પ્રદર્શન જોવા મળ્યું હતું.


સુપરસ્ટાર જસપ્રીત બુમરાહએ લોર્ડ્સ ટેસ્ટ મેચમાં શાનદાર બોલિંગ કરીને ઈતિહાસ રચ્યો છે. તેના સાથી મોહમ્મદ સિરાજે દિગ્ગજ ખેલાડી કપિલ દેવને પણ પાછળ છોડી દીધા છે.

જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ

ક્રિકેટની દુનિયામાં ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાને સેના દેશો કહેવામાં આવે છે. આ દેશો ફાસ્ટ બોલરોને મદદ મળે છે. આ પરિસ્થિતિમાં અહીં ફેન્સ ફાસ્ટ બોલરો સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા રાખે છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત માટે સેન દેશોમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ જસપ્રીત બુમરાહના નામે છે.

આ સમાચાર લખાય ત્યાં સુધી જસપ્રીત બુમરાહ 221 વિકેટ લઈ ચૂક્યો છે. આ પહેલા આ રેકોર્ડ દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેના નામે હતો. અનિલ કુંબલેએ કુલ 219 વિકેટ લીધી હતી. લોર્ડ્સ ટેસ્ટ મેચમાં બુમરાહે પહેલી ઈનિંગમાં 5 વિકેટ લીધી હતી.

કપિલ દેવથી આગળ આવ્યા મોહમ્મદ સિરાજ

સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે અત્યાર સુધીમાં સેના દેશો સામે માં 218 વિકેટ લીધી છે. મોહમ્મદ સિરાજે લોર્ડ્સ ટેસ્ટ મેચમાં અત્યાર સુધીમાં કુલ 4 વિકેટ લીધી છે. જવાગલ શ્રીનાથે સેના દેશો સામે 212 વિકેટ લીધી હતી. કપિલ દેવે 211 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ હજુ પણ આ મેચમાં વધુ વિકેટ લઈ શકે છે. આ પરિસ્થિતિમાં મોહમ્મદ સિરાજ પાસે હજુ પણ અનિલ કુંબલેનો રેકોર્ડ તોડવાની તક છે.


  • Follow us on: