ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે હાલમાં ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. તેની ત્રીજી મેચ દરમિયાન એક અદ્ભુત કેચ જોવા મળ્યો. એન્ડરસન ફિલિપે સુપરમેનની જેમ હવામાં ઉડીને બધાને હેરાન કરી દીધા અને ટ્રેવિસ હેડને પેવેલિયન જવા માટે મજબૂર કરી દીધો.
તમને જણાવી દઈએ કે એન્ડરસન ફિલિપ મેચનો ભાગ પણ ન હતો અને સબસ્ટીટ્યૂટ ખેલાડી તરીકે મેદાનમાં હતો. તે થોડા સમય માટે આવ્યો અને ચાહકોના દિલ જીતી લીધા.
એન્ડરસન ફિલિપે પકડ્યો શાનદાર કેચ
એન્ડરસન ફિલિપ બીજી ટેસ્ટ મેચનો ભાગ હતો પરંતુ તે બોલથી વધુ પ્રભાવિત કરી શક્યો નહીં અને ફક્ત એક જ વિકેટ લીધી. આ કારણે તેને ત્રીજી ટેસ્ટ મેચમાં સ્થાન મળ્યું નહીં. મેચનો ભાગ ન હોવા છતાં તેને શાનદાર યોગદાન આપ્યું.
ટ્રેવિસ હેડ 20 રન પર બેટિંગ કરી રહ્યો હતા. તે સમયે ઓસ્ટ્રેલિયાએ 189 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. જસ્ટિન ગ્રીવ્સે ઈનિંગની 65મી ઓવર ફેંકી અને છેલ્લા બોલ પર ટ્રેવિસ હેડે હવામાં શોટ મારવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન સબસ્ટીટ્યૂટ ખેલાડી તરીકે આવેલા એન્ડરસન ફિલિપે હવામાં ઉડીને એક અદ્ભુત કેચ પકડ્યો. આ પછી સમગ્ર વેસ્ટ ઈન્ડિઝ ટીમે શાનદાર સ્ટાઈલમાં સેલિબ્રેશન કર્યું. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વેસ્ટ ઈન્ડીઝ સામે ઓસ્ટ્રેલિયાની 225 રનમાં થઈ ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચનો પહેલો દિવસ પૂરો થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલા બેટિંગ કરતાં 225 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. ઓસ્ટ્રેલિયન ટીમનો કોઈ પણ ખેલાડી 50 રનનો આંકડો પાર કરી શક્યો નહીં. કેમરૂન ગ્રીને 46 અને સ્ટીવ સ્મિથે 48 રન બનાવ્યા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી શામર જોસેફે સૌથી વધુ 4 વિકેટ લીધી. આ સિવાય જસ્ટિન ગ્રીવ્સ અને જેડન સીલ્સે 3-3 વિકેટ લીધી.
ઓસ્ટ્રેલિયા સિરીઝમાં 2-0થી આગળ
ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ પહેલી 2 મેચ જીતી હતી. પહેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને 159 રનથી અને બીજી મેચમાં 133 રનથી હરાવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ હવે છેલ્લી મેચ જીતીને સિરીઝ 2-1થી સમાપ્ત કરવા માગશે.