ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ લોર્ડ્સના મેદાનમાં રમાઈ રહી છે. લોર્ડ્સના આ ઐતિહાસિક મેદાનમાં ટીમ ઈન્ડિયા માટે જસપ્રીત બુમરાહે મેચની પહેલી ઈનિંગમાં 5 વિકેટ લીધી હતી. તેને આ મેચમાં અત્યાર સુધી શાનદાર બોલિંગ કરી છે અને ઈંગ્લેન્ડ ટીમના મુખ્ય બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે.


જ્યારે તે ઈંગ્લેન્ડની ઈનિંગ પૂરી કર્યા પછી ડ્રેસિંગ રૂમ તરફ જઈ રહ્યો હતો, ત્યારે ગેલેરીમાં હાજર લોકોએ તેને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. આ સાથે જસપ્રીત બુમરાહે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને એક મોટું પગલું ભર્યું છે અને પોતાનું સૌથી મોટું બોલિંગ હથિયાર દાન કર્યું છે.

ક્યું છે જસપ્રીત બુમરાહનું સૌથી મોટું 'હથિયાર'?

બીજા દિવસની રમત પૂરી થયા પછી જસપ્રીત બુમરાહે પોતાના શૂઝ MCC ને દાન કરવાનો નિર્ણય લીધો છે. બોલિંગ કરતી વખતે કોઈપણ ઝડપી બોલર માટે શૂઝ સૌથી મોટું હથિયાર માનવામાં આવે છે.


આજના યુગમાં જો કોઈ ખેલાડી પાસે આધુનિક શૂઝ ન હોય, તો તે રમતમાં ઘણો પાછળ રહી જાય છે. હવે તેના આ ખાસ શૂઝ લોર્ડ્સ સ્ટેડિયમ ખાતેના MCC મ્યુઝિયમમાં રાખવામાં આવશે. આ શૂઝ એટલા માટે પણ ખાસ છે કારણ કે તેના પર તેની સાઈન પણ છે.

ઓનર્સ બોર્ડ પર નોંધાયું જસપ્રીત બુમરાહનું નામ

લોર્ડ્સના આ ઐતિહાસિક મેદાન પર જો કોઈ ખેલાડી સદી ફટકારે છે અથવા 5 વિકેટ લે છે, તો તેને આ માટે એક ખાસ સન્માન આપવામાં આવે છે. આ હેઠળ ખેલાડીનું નામ તેના પ્રદર્શન સાથે ઓનર્સ બોર્ડ પર લખવામાં આવે છે અને આ ખેલાડી આ મેદાન પર હંમેશા માટે અમર થઈ જાય છે.

સિરીઝમાં જસપ્રીત બુમરાહનું શાનદાર પ્રદર્શન

જસપ્રીત બુમરાહ આ સિરીઝમાં પોતાની બીજી મેચ રમી રહ્યો છે. તેને લીડ્સમાં રમાયેલી પહેલી મેચમાં પણ 5 વિકેટ લીધી હતી. આ પછી તેને એજબેસ્ટન મેદાન પર વર્કલોડ મેનેજમેન્ટના કારણે આરામ આપવામાં આવ્યો હતો અને ત્રીજી ટેસ્ટમાં વાપસી પર તેને ફરી એકવાર અંગ્રેજી બેટ્સમેનોને હેરાન કર્યા છે.


  • Follow us on: