T20 ક્રિકેટમાં બોલિંગ કરવી કોઈપણ બોલર માટે સરળ નથી, કારણ કે અહીં બોલરને પોતાની ક્ષમતા બતાવવા માટે ફક્ત ચાર ઓવર નાખવાની તક મળે છે. તેમ છતાં T20 ક્રિકેટમાં દરરોજ કોઈને કોઈ રેકોર્ડ તૂટી રહ્યો છે અથવા નવો બની રહ્યો છે.


આયર્લેન્ડના ઓલરાઉન્ડર કર્ટિસ કેમ્ફરે ક્રિકેટમાં એક એવી સિદ્ધિ મેળવી છે જે પહેલા ક્યારેય જોવા મળી ન હતી. તેને સતત પાંચ બોલમાં વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે.

કર્ટિસ કેમ્ફરે મચાવી ધૂમ

આયર્લેન્ડમાં ઈન્ટર-પ્રોવિન્શિયલ T20 ટ્રોફી દરમિયાન કર્ટિસ કેમ્ફરે મુન્સ્ટર રેડ્સ તરફથી રમતી વખતે શાનદાર પ્રદર્શન કર્યું. તેને નોર્થ વેસ્ટ વોરિયર્સ સામે 12મી ઓવર નાખી અને આ ઓવરના પાંચમા બોલ પર ગેરાર્ડ વિલ્સનને પેવેલિયન મોકલી દીધો.

આ પછી તેને છેલ્લા બોલ પર ગ્રેહામ હ્યુમને એલબીડબ્લ્યુ આઉટ કર્યો. આ રીતે તેને 2 બોલમાં વિકેટ લીધી હતી. પછી તેને મેચમાં 14મી ઓવર નાખી. આ ઓવરના પહેલા બોલ પર તેને એન્ડી મેકબ્રાયનને આઉટ કર્યો અને તેની હેટ્રિક પૂર્ણ કરી.


આવું કરનાર દુનિયાનો પહેલો બોલર

ત્યારબાદ બે બોલમાં તેને રોબી મિલર અને જોશ વિલ્સનની વિકેટ લીધી. આ રીતે તેને સતત 5 બોલમાં 5 વિકેટ લીધી અને આવું કરનાર દુનિયાનો પહેલો બોલર બન્યો. ક્રિકેટની દુનિયામાં જ્યારે પણ કોઈ બોલર 4 બોલમાં 4 વિકેટ લે છે, ત્યારે તેને ડબલ હેટ્રિક કહેવામાં આવે છે. આ ખેલાડી ડબલ હેટ્રિકથી આગળ નીકળી ગયો છે.


કર્ટિસ કેમ્ફરે બેટિંગ કરતી વખતે બનાવ્યા 44 રન

મેચની શરૂઆતમાં બેટિંગ કરતી વખતે કર્ટિસ કેમ્ફરે પણ સારું પ્રદર્શન કર્યું હતું. મુન્સ્ટર રેડ્સ માટે તેને 24 બોલમાં 44 રન બનાવ્યા હતા. તેના સિવાય પીટર મૂરે 35 રનનું યોગદાન આપ્યું હતું. સ્ટીફન ડોડાની અને સ્પનિલે 27-27 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના કારણે જ ટીમ 188 રન બનાવી શકી હતી. આ પછી નોર્થ વેસ્ટ વોરિયર્સની ટીમ 88 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બોલિંગ અને બેટિંગમાં શાનદાર પ્રદર્શન બદલ તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.


  • Follow us on: