ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ મેદાન પર તેના શાંત સ્વભાવ માટે જાણીતો છે. પરંતુ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બુમરાહ પણ એક અલગ જ અંદાજમાં જોવા મળે છે. લોર્ડ્સ ટેસ્ટ મેચના બીજા દિવસ પછી બુમરાહ પ્રેસ કોન્ફરન્સમાં જોવા મળ્યો હતો.


જ્યાં જસપ્રીત બુમરાહે પોતાની સ્ટાઈલથી ફેન્સનું દિલ જીતી લીધું. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકારની પત્નીએ ફોન કર્યો, પરંતુ ફની રીતે જસપ્રીત બુમરાહએ ફોન ઉપાડવાની ના પાડી.

જસપ્રીત બુમરાહે ફોન ઉઠાવવાની ના પાડી

લોર્ડ્સ ટેસ્ટ મેચનો બીજો દિવસ પૂરો થયા બાદ જસપ્રીત બુમરાહ ભારતીય ટીમ માટે પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો. ત્યાં જ્યારે તે દિગ્ગજ સચિન તેંડુલકર સાથે વાત કરી રહ્યો હતો, ત્યારે એક પત્રકારના ફોન પર ફોન આવ્યો. આ જોઈને બુમરાહ બોલ્યો કે 'કોઈની પત્ની ફોન કરી રહી છે, પણ હું ફોન ઉપાડીશ નહીં. મેં તેને આમ જ મૂકી દીધો છે.'


આટલું કહ્યા પછી, બુમરાહ હસવા લાગ્યો અને બાકીના બધા પત્રકારો પણ હસતા જોવા મળ્યા. પ્રેસ કોન્ફરન્સમાં જસપ્રીત બુમરાહના આ ફની અંદાજનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પુત્રને જણાવશે પોતાની ખાસ ઉપલબ્ધિ

જસપ્રીત બુમરાહે આ મેચમાં 74 રન આપીને 5 વિકેટ લીધી છે. આ સાથે બુમરાહે લોર્ડ્સ ઓનર્સ બોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ વિશે પૂછવામાં આવતા જસપ્રીત બુમરાહે કહ્યું કે 'ઓનર્સ બોર્ડમાં સામેલ થવું સારું છે. મારા પુત્રને આ વિશે જણાવવું સારું રહેશે.' ઈંગ્લેન્ડ સામેની વર્તમાન સિરીઝમાં બુમરાહે 3 ઈનિંગમાં બોલિંગ કરી છે. આમાંથી 2 ઈનિંગમાં તેને 5 વિકેટ પણ લીધી છે. હવે બુમરાહ બીજી ઈનિંગમાં પણ શાનદાર બોલિંગ કરવા માગશે

  • Follow us on: