ઈંગ્લેન્ડ પ્રવાસ માટે જ્યારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા જ બે એવા ખેલાડીઓ હતા જેમને તે પરિસ્થિતિઓમાં સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાનો અનુભવ હતો. આ સ્થિતિમાં આ બંને ખેલાડીઓ પર મોટી જવાબદારી હતી.
કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા બંનેએ પોતાના પ્રદર્શનથી ફેન્સને બિલકુલ નિરાશ કર્યા ન હતા. કેએલ રાહુલે ઓપનિંગ બેટ્સમેન તરીકે ઘણી ધીરજ બતાવી અને પોતાના ટેસ્ટ કરિયરમાં પહેલીવાર એવું કંઈક શાનદાર કરી શક્યો જે તે પહેલાં કરી શક્યો ન હતો.
ટેસ્ટ સિરીઝમાં પહેલી વાર આ ત્રણ શાનદાર કામ કરી શક્યો કેએલ રાહુલ
કેએલ રાહુલ માટે ઈંગ્લેન્ડનો આ પ્રવાસ તેના કરિયર માટે અત્યાર સુધીનો સૌથી ખાસ બની ગયો છે. ઓવલ ખાતે રમાઈ રહેલી આ ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચમાં રાહુલ 40 બોલનો સામનો કર્યા પછી 14 રન બનાવીને આઉટ થયો હતો. પેવેલિયન પરત ફરતા પહેલા કેએલ રાહુલ ચોક્કસપણે તેના ટેસ્ટ કરિયરમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહ્યો.
કેએલ રાહુલે આ પ્રવાસ પર અત્યાર સુધી 2 સદી ફટકારી છે, આ સિવાય તેને 500 રન પણ બનાવ્યા છે. આ સિવાય તેને આ ટેસ્ટ સિરીઝમાં કુલ 1038 બોલનો સામનો પણ કર્યો છે. પહેલીવાર રાહુલે ટેસ્ટ સિરીઝમાં આ ત્રણ સિદ્ધિ એકસાથે કરી છે.
રાહુલ પાસે બીજી ઈનિંગમાં સુનીલ ગાવસ્કરનો રેકોર્ડ તોડવાની તક
ટીમ ઈન્ડિયા તરફથી ઈંગ્લેન્ડમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હાલમાં સુનીલ ગાવસ્કરના નામે છે, જેમને ઈંગ્લેન્ડમાં રમાયેલી 15 ટેસ્ટમાં ઓપનર તરીકે 14.14 ની એવરેજથી કુલ 1152 રન બનાવ્યા છે.
કેએલ રાહુલ પાસે ઓવલ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં આ રેકોર્ડ તોડવાની તક હશે, જેમાંથી તે ફક્ત 31 રન દૂર છે. કેએલ રાહુલ અત્યાર સુધી ઈંગ્લેન્ડમાં ઓપનર તરીકે 13 ટેસ્ટ મેચમાં 1122 રન બનાવવામાં સફળ રહ્યો છે.