ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટેસ્ટ હોય કે વનડે કે T20 આ ખેલાડીએ દરેક ફોર્મેટમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. અત્યાર સુધી ધોનીના ઘણા એવા રેકોર્ડ છે જે તૂટ્યા નથી.


પરંતુ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં કેપ્ટન કૂલનો એક રેકોર્ડ તોડી શકાય છે. રિષભ પંત ધોનીના એક નહીં પણ બે મોટા રેકોર્ડ તોડી શકે છે.

મોટો રેકોર્ડ તોડી શકે છે રિષભ પંત

એમએસ ધોની હાલમાં ભારત માટે ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનાર વિકેટકીપર બેટ્સમેન છે. તેને કુલ 6 સદી ફટકારી છે. પરંતુ રિષભ પંતે ધોનીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. તેને અત્યાર સુધી ભારત માટે ટેસ્ટમાં 6 સદી ફટકારી છે. આનો અર્થ એ થયો કે જો પંત ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ સિરીઝમાં 1 સદી પણ ફટકારે છે, તો તે ધોનીનો રેકોર્ડ તોડી નાખશે.

આ સાથે તે ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારનાર વિકેટકીપર બેટ્સમેન પણ બની જશે. જો રિષભ પંત સદી ફટકારે છે, તો તે ભારત માટે ટેસ્ટમાં 7 સદી ફટકારનાર પહેલો ભારતીય વિકેટકીપર બનશે.

રિષભ પંત તોડશે વધુ એક રેકોર્ડ

સદી સિવાય રિષભ પંત ધોનીને સૌથી વધુ સેના દેશોમાં રન બનાવવાના મામલે પણ પાછળ છોડી શકે છે. ધોનીએ પોતાના કરિયરમાં સેના દેશોમાં 1731 રન બનાવ્યા છે. રિષભ પંતે અત્યાર સુધી સેના દેશોમાં 1681 રન બનાવ્યા છે. ધોનીનો રેકોર્ડ તોડવા માટે તેને ફક્ત 50 રનની જરૂર છે. તે 50 રન બનાવતાની સાથે જ રિષભ પંત ભારત માટે વિકેટકીપર તરીકે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર વિકેટકીપર બની જશે.

સેના દેશો દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા છે. જો પંત બેટિંગમાં ધૂમ મચાવે છે તો તે એમએસ ધોનીના 2 મોટા રેકોર્ડ તોડી શકે છે. કારણ કે તે આ સિરીઝમાં 10 ઈનિંગ્સમાં બેટિંગ કરી શકે છે. આવામાં બંને રેકોર્ડ તોડવાનું તેના માટે મુશ્કેલ કાર્ય રહેશે નહીં.


  • Follow us on: