ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ 10 જુલાઈથી લોર્ડ્સમાં શરૂ થવા જઈ રહી છે. ઈંગ્લેન્ડે આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત એક દિવસ પહેલા કરી દીધી હતી.
ભારતના 11 ખેલાડીઓ અંગે સસ્પેન્સ હજુ પણ યથાવત્ છે. મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે ટીમ ઈન્ડિયાના ઉપ-કપ્તાન ઋષભ પંતને પ્લેઈંગ ઈલેવન વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો, ત્યારે તેને ત્યાં પણ તેનો સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો.
કેવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન?
ટીમ ઈન્ડિયાએ એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચ 336 રનથી જીતી હતી. તે મેચ પછી ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે સ્પષ્ટ કર્યું હતું કે જસપ્રીત બુમરાહ ત્રીજી ટેસ્ટ મેચમાં વાપસી કરશે, પરંતુ તે ટીમમાં કોનું સ્થાન લેશે તે હજુ સુધી સ્પષ્ટ નથી.
આ સમયે દરેકને ભારતની પ્લેઈંગ ઈલેવન વિશે ઉત્સુકતા છે અને મેચના એક દિવસ પહેલા વાઈસકેપ્ટન રિષભ પંતે પણ ફેન્સમાં આ ઉત્સુકતા જાળવી રાખી હતી. પ્રેસ કોન્ફરન્સમાં રિષભને પ્લેઈંગ ઈલેવન અને ટીમ કોમ્બિનેશન વિશે સવાલો પૂછવામાં આવ્યા.
પ્લેઈંગ ઈલેવનના સવાલનો રિષભ પંતનો અસ્પષ્ટ જવાબ
પંતે કહ્યું કે અમારા માટે બધા વિકલ્પો ખુલ્લા છે અને તેના પર ચર્ચા ચાલી રહી છે. ક્યારેક વિકેટનું સ્વરૂપ 2 દિવસમાં બદલાઈ જાય છે. અમે તે મુજબ નિર્ણય લઈશું. શું તે 3+1 (ત્રણ પેસ બોલર, 1 સ્પિનર) હશે કે 3+2 (ત્રણ પેસ બોલર, 1 સ્પિનર/ઓલરાઉન્ડર) અમે નક્કી કરીશું. આનો સ્પષ્ટ અર્થ એ છે કે ભારતીય ટીમ 10 જુલાઈએ પિચ જોયા પછી પ્લેઈંગ ઈલેવનની અંતિમ પસંદગી કરશે. હવે મેચ પહેલા જ ખબર પડશે કે ટીમ ઈન્ડિયા આ મેચમાં કઈ પ્લેઈંગ ઈલેવન સાથે રમશે.
ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ, ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, શોએબ બશીર.