વિરાટ કોહલીએ 12 મે 2025ના રોજ ચોંકવાનારો નિર્ણય લીધો હતો અને જાહેરાત કરી હતી કે તે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ રહ્યો છે. વિરાટ કોહલીએ 36 વર્ષની ઉંમરમાં જ ટેસ્ટ ક્રિકેટ ન રમવાનો નિર્ણય લેવો તે એક મોટી વાત છે.


વિરાટ કોહલી ટેસ્ટ રિટાયરમેન્ટ બાદ વિમ્બલ્ડન 2025 ટુર્નામેન્ટનો આનંદ માણતો જોવા મળ્યો હતો. તાજેતરમાં તેને પોતાના રિટાયરમેન્ટને લઈને ફની અંદાજમાં જવાબ આપ્યો છે.

વિરાટ કોહલીએ ટેસ્ટ રિટાયરમેન્ટને લઈને તોડ્યું મૌન

ગૌરવ કપૂરે રવિ શાસ્ત્રી, યુવરાજ સિંહ, ક્રિસ ગેલ સહિત અન્ય ઘણાં લોકો સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ તેને વિરાટ કોહલીને પણ બોલાવ્યો. વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ રિટાયરમેન્ટને લઈને પ્રતિક્રિયા આપી, જ્યારે ગૌરવે વિરાટને આ વાત કહી બધા તેને મેદાન પર મિસ કરી રહ્યા છે. વિરાટ કોહલીએ ફની અંદાજમાં જવાબ આપ્યો અને કહ્યું કે 'મે પોતાની દાઢીને બે દિવસ પહેલા જ કલર કરી છે. જ્યારે તમારે દર ચોથા દિવસે દાઢીમાં કલર કરવો પડે તો સમજી લો તમારો સમય આવી ગયો છે.'


રવિ શાસ્ત્રીએ કર્યા જોરદાર વખાણ

ઈન્ટરવ્યૂ દરમિયાન વિરાટ કોહલી સાથે રવિ શાસ્ત્રી પણ હાજર હતા. બંનેએ એકબીજા પ્રત્યે સન્માન દર્શાવ્યું. વિરાટ કોહલીએ કહ્યું કે 'સાચું કહું તો, જો હું રવિ શાસ્ત્રી સાથે કામ ન કરતો હોત, તો ટેસ્ટ ક્રિકેટમાં જે બન્યું તે શક્ય ન હોત. અમારી વચ્ચે જે સ્પષ્ટતા છે તે શોધવી મુશ્કેલ છે. દરેક ક્રિકેટર માટે તેના કરિયરમાં આગળ વધવા માટે આ એક મહત્વપૂર્ણ બાબત છે. તેઓ આગળ આવ્યા અને ઘણી પ્રેસ કોન્ફરન્સમાં સવાલોનો સામનો કર્યો. વસ્તુઓ અલગ હોઈ શકતી હતી અને મને હંમેશા તેમના માટે પ્રેમ અને આદર રહેશે કારણ કે તેઓ ક્રિકેટમાં મારી સફરનો એક મોટો ભાગ રહ્યા છે.'

વિમ્બલ્ડન જોવા પહોંચ્યો હતો વિરાટ કોહલી

વિરાટ કોહલી તાજેતરમાં વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાં નોવાક જોકોવિક અને એલેક્સ ડી મિનૌર વચ્ચેની મેચ જોવા ગયો હતો. આ દરમિયાન તે તેની પત્ની અને ફેમસ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે જોવા મળ્યો હતો. તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.


  • Follow us on: