પાકિસ્તાન ટીમ 20 જુલાઈથી બાંગ્લાદેશ પ્રવાસ પર જવાની છે. આ સિરીઝમાં કુલ 3 મેચ રમાવવાની છે. બાંગ્લાદેશ પ્રવાસ માટે પાકિસ્તાન T20 ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ સિરીઝ માટે પણ પૂર્વ કેપ્ટન બાબર આઝમ સહિત ઘણા સ્ટાર ખેલાડીઓને ટીમમાં જગ્યા મળી નથી.


બાંગ્લાદેશ સામે જીત મેળવીને પાકિસ્તાનની યુવા ટીમ પોતાનો આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કરશે. સલમાન અલી આગાની કેપ્ટનશીપમાં ટીમમાં મોટા ફેરફાર થયા છે.

સ્ટાર ખેલાડીઓને ટીમમાં ન મળી જગ્યા

મીડિયા રિપોર્ટ મુજબ બાંગ્લાદેશ સામેની સિરીઝ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં પરત ફરવાના હતા. પરંતુ ટીમની જાહેરાત બાદ તમામ રિપોર્ટ ખોટાં સાબિત થયા છે. બાબર આઝમ સિવાય પૂર્વ કેપ્ટન મોહમ્મદ રિઝવાન અને શાહીન શાહ અફરીદીને પણ ટીમમાં જગ્યા મળી નથી. ઈજાને કારણે શાદાબ ખાન, નસીમ શાહ અને હરિસ રોફ પણ ટીમમાં જોવા મળશે નહીં.


કેપ્ટન સલમાન અલી આગા પાસે ઘણી આશાઓ રાખવામાં આવી છે. યુવા ખેલાડી હસન નવાઝ અને સુફિયાન મુકીમ પર આ સિરીઝમાં મોટી જવાબદારી રહેશે. અહમદ દાનિયાલને આ સિરીઝમાં તક મળી. પાકિસ્તાનની ટીમમાં આ ફેરફારથી આ સિરીઝમાં નવા ખેલાડીઓ રમતાં જોવા મળશે.

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનની ટીમ

સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહમદ, અદમદ દાનિયાલ, ફહીમ અશરફ, ફખર ઝમાન, હસન નવાઝ, હુસેન તલત, ખુશદીલ શાહ, અબ્બાસ અફરીદી, મોહમ્મદ હારિસ, મોહમ્મદ નવાઝ, સાહિબજાદા ફરહાન, સૈમ આયુબ, સલમાન મિર્જા, સુફિયાન મુકિમ.


  • Follow us on: