લીડ્સના મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ 20 જૂનથી રમાશે. ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા લાંબા સમય બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી વગર મેદાન પર ઉતરશે.


ટીમ ઈન્ડિયાના નવા ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે આ સિરીઝ શરુ થયાના એક દિવસ પહેલા એક પ્રેસ કોન્ફરસમાં આ સ્પષ્ટ કર્યું હતું કે અમે પાછળના પ્રવાસના રિઝલ્ટ તરફ નહીં જોઈએ. આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરવા પર ધ્યાન આપીશું. શુભમન ગિલે લીડ્સ ટેસ્ટ મેચ માટે પ્લેઈંગ ઈલેવન કોમ્બિનેશનને લઈને પૂછેલા સવાલનો જવાબ આપ્યો.

અમે પિચ જોઈને પ્લેઈંગ 11 પર લઈશું નિર્ણય

ટીમ ઈન્ડિયાના નવા ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને જ્યારે લીડ્સ ટેસ્ટ મેચને લઈને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન પર સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેને કહ્યું કે અત્યારે એકવાર પીચ જોઈશું ત્યારબાદ નિર્ણય લઈશું, નંબર 3 પર ક્યા ખેલાડીને તક આપવી તે પણ જલ્દી નક્કી કરીશું, જ્યારે નંબર 4 પર બેટિંગ કરવા હું આવવાનો છું. તમે 20 વિકેટ લીધા વગર ટેસ્ટ મેચ જીતી શકતાં નથી. આ માટે એક વધારે બોલરને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં કોઈ મુશ્કેલી નથી.


અમે ક્યાં અંદાજમાં રમીશું તેના માટે ઓગસ્ટ સુધી તમારે રાહ જોવી પડશે

ઈંગ્લેન્ડની ટીમ છેલ્લા કેટલાક વર્ષોમાં ટેસ્ટ ફોર્મેટમાં આક્રમક ક્રિકેટ રમતી જોવા મળી છે, જેને બેઝબોલના નામથી પણ ઓળખવામાં આવે છે. જ્યારે ટીમ ઈન્ડિયાના નવા ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને પ્રેસ કોન્ફરન્સમાં આ વિશે પણ સવાલ પૂછવામાં આવ્યો તો તેને કહ્યું કે અમે ક્યાં અંદાજમાં ક્રિકેટ રમીશું, તે જોવા માટે તમારે ઓગ્સ્ટ સુધી રાહ જોવી પડશે. ગિલના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે ટીમ ઈન્ડિયાના બોલર ઈંગ્લેન્ડની બેઝબોલ રણનીતિ સામે લડવા માટે તૈયાર છે.


IPL જીતથી મોટી છે SENA દેશોમાં ટેસ્ટ સિરીઝ જીતવી

શુભમન ગિલે ટેસ્ટ સિરીઝ જીતવાની કિંમતને લઈને કહ્યું કે SENA દેશ (સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા)માં ટેસ્ટ સિરીઝ જીતવી IPL જીતવા કરતાં ઘણી મોટી છે. આઈપીએલ દર વર્ષે થાય છે જમાં તમને રમવા અને જીતવા માટે તક મળે છે, પરંતુ ટેસ્ટ સિરીઝ તે પણ આ દેશોમાં લગભગ ચાર વર્ષ બાદ રમવાની તક મળે છે, જ્યાં જીત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.


  • Follow us on: