ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મેચ 6 રનથી જીતી લીધી અને આ સાથે ટીમે સિરીઝ 2-2 થી બરાબર કરી લીધી. શુભમન ગિલ, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજે ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું.


આ બધા ખેલાડીઓ પોતાની રમતથી ફેન્સને ઈમ્પ્રેસ કરવામાં સફળ રહ્યા. સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને ભારતીય ડ્રેસિંગ રૂમમાં ઈમ્પેક્ટ પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો છે.

રવિન્દ્ર જાડેજાએ વોશિંગ્ટન સુંદરને આપ્યો એવોર્ડ

બીસીસીઆઈએ તેની વેબસાઈટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં રવિન્દ્ર જાડેજા વોશિંગ્ટન સુંદરને એવોર્ડ આપે છે અને કહે છે, વોશિંગ્ટન આ લે, બેટા. ડ્રેસિંગ રૂમમાં બધા આ સાંભળીને તાળીઓ પાડે છે. પછી વોશિંગ્ટન સુંદર કહે છે કે ઈંગ્લેન્ડમાં ચાર મેચ રમીને સારું લાગ્યું. હું હંમેશા અહીં સારું પ્રદર્શન કરવા માગતો હતો. એક ટીમ તરીકે, અમે દરરોજ આ વિચારીને રમ્યા. ત્યાં જે એનર્જી હતી, ખાસ કરીને ફિલ્ડિંગમાં, અમે હંમેશા એકબીજા માટે ઉભા રહ્યા. આ બધા માટે આભાર.


વોશિંગ્ટન સુંદરે કર્યું જોરદાર પ્રદર્શન

વોશિંગ્ટન સુંદરે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં પોતાની બેટિંગથી ફેન્સનું દિલ જીતી લીધું હતું. તેને સિરીઝની 4 મેચમાં કુલ 284 રન બનાવ્યા હતા, જેમાં 1 સદીનો સમાવેશ થાય છે. તેને ચોથી ટેસ્ટમાં આ સદી ફટકારી હતી અને તેના કારણે ટીમ મેચ ડ્રો કરવામાં સફળ રહી હતી. બોલિંગ કરતી વખતે તેને 7 વિકેટ લીધી હતી.

મોહમ્મદ સિરાજે કરી જોરદાર બોલિંગ

પાંચમી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને જીતવા માટે 374 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં ઈંગ્લેન્ડ ફક્ત 367 રન બનાવી શક્યું અને 6 રનથી મેચ હારી ગયું. ભારત માટે પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું. આ બંને બોલરો સામે ઈંગ્લેન્ડના બેટ્સમેન ખૂબ જ હેરાન થયા. જો રૂટ અને હેરી બ્રુકે સદી ફટકારી, પરંતુ આ ખેલાડીઓ ઈંગ્લેન્ડને જીત અપાવી શક્યા નહીં. પ્રસિદ્ધ કૃષ્ણાએ 8 વિકેટ લીધી અને મોહમ્મદ સિરાજે 9 વિકેટ લીધી. મોહમ્મદ સિરાજને તેના મજબૂત પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો.

  • Follow us on: