ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ એજબેસ્ટનના મેદાન પર રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ પાસે ઈતિહાસ રચવાની તક છે. તે આ મેચમાં ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 2000 રન બનાવનારો બેટ્સમેન બની શકે છે.


ટેસ્ટ ક્રિકેટ મેચમાં સૌથી ઝડપી 2000 રન બનાવવાનો રેકોર્ડ સુનીલ ગાવસ્કરના નામે છે. આ સિવાય ઈનિંગને આધારે સૌથી ઝડપી 2000 રન બનાવવાનો રેકોર્ડ રાહુલ દ્રવિડ અને વીરેન્દ્ર સહેવાગના નામે છે.

યશસ્વી જયસ્વાલ પાસે સુનીલ ગાવસ્કરને પાછળ છોડવાની તક

યશસ્વી જયસ્વાલે અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં 20 મેચમાં 52.86ની એવરેજ સાથે 1903 રન બનાવ્યા છે. તે ટેસ્ટ ક્રિકેટમાં 2000 રન બનાવવાથી માત્ર 97 રન દૂર છે. જો તે એજબેસ્ટનમાં રમનારી બીજી ટેસ્ટમાં 97 રન બનાવવામાં સક્ષમ રહે છે તો તે સૌથી ઓછી મેચમાં 2000 રન ટેસ્ટ રન બનાવવનારો ભારતીય બની જશે. પરંતુ હાલમાં આ રેકોર્ડ સુનીલ ગાવસ્કરના નામે છે. સુનીલ ગાવસ્કરે 23 ટેસ્ટ મેચમાં 2000 રનનો આંકડો પાર કર્યો હતો. યશસ્વી જયસ્વાલ પાસે સુનીલ ગાવસ્કરનો આ રેકોર્ડ તોડવા માટે બે મેચનો સમય હશે.

રાહુલ દ્રવિડ અને વીરેન્દ્ર સહેવાગને પાછળ છોડશે યશસ્વી જયસ્વાલ?

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 2000 રન બનાવવાનો રેકોર્ડ ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસ્કર બાદ રાહુલ દ્રવિડ અને વીરેન્દ્ર સહેવાગના નામે છે. આ બંને પૂર્વ ખેલાડીઓએ 25 મેચમાં આ આંકડો મેળવી લીધો હતો. જો ઈનિંગના આધારે સૌથી વધુ ઝડપી 2000 રન બનાવવાનો રેકોર્ડ રાહુલ દ્રવિડ અને વીરેન્દ્ર સહેવાગના નામે છે. આ બંનેએ 40-40 ઈનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો છે, જ્યારે સુનીલ ગાવસ્કરે 44 ઈનિંગમાં 2000 રન પૂર્ણ કર્યા હતા. યશસ્વી જયસ્વાલે અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં 38 ઈનિંગ રમી છે. જો તા બીજી ટેસ્ટની પહેલી ઈનિંગમાં 97 રન બનાવી દે છે, તો તે સૌથી ઓછી ઈનિંગમાં 2000 ટેસ્ટ રન બનાવનારો પહેલો ભારતીય બેટ્સમેન બની જશે.

લીડ્સ ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલની ખરાબ રહી ફીલ્ડિંગ

ઈંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલે પહેલી ઈનિંગમાં સદી ફટકારી હતી, પરંતુ આ મેચમાં તેની ફીલ્ડિંગ ખૂબ જ ખરાબ રહી હતી. જેના કારણે તેને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. બંને ઈનિંગને મળીને તેને ઓછામાં ઓછા પાંચ કેચ છોડ્યા હતા. બીજી ઈનિંગમાં તેને બેટે કંઈ ખાસ કમાલ કરી ન હતી અને માત્ર 4 રન બનાવીને આઉટ થયો. ફેન્સની નજર બીજી ટેસ્ટ મેચમાં તેની બેટિંગ પર અને ખાસ કરીને ફીલ્ડિંગ પર રહેશે.


  • Follow us on: