IPL 2025માં શાનદાર પ્રદર્શન કરીને RCBએ ટાઈટલ જીત્યું હતું. ટીમમાં એક ઘાતક બોલર પણ હતો જેને આ સિઝનમાં ટીમ માટે એક પણ મેચ રમી ન હતી, પરંતુ હવે તે દુનિયામાં ક્રિકેટમાં પોતાની છાપ છોડતો જોવા મળી રહ્યો છે.
ઝિમ્બાબ્વેના 6 ફૂટ 8 ઈંચ ઊંચા બોલર બ્લેસિંગ મુઝરબાનીએ પોતાની વિસ્ફોટક બોલિંગથી એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઝિમ્બાબ્વે ક્રિકેટના ઈતિહાસમાં તે હવે ટેસ્ટ ક્રિકેટમાં 50 વિકેટ લેનાર સૌથી ઝડપી બોલર બની ગયો છે.
માત્ર 11 મેચમાં લીધી 50 વિકેટ
બ્લેસિંગ મુઝરબાની 2024 માં ટેસ્ટ ટીમમાં પરત ફરોયા અને ત્યારથી તે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ઝિમ્બાબ્વે માટે તેને 11 મેચની માત્ર 18 ઈનિંગ્સમાં તેના ટેસ્ટ કરિયરમાં 50 વિકેટ પૂર્ણ કરી છે. બ્લેસિંગ મુઝરબાની પહેલા આ લિસ્ટમાં ટોપ પર હીથ સ્ટ્રીકનું નામ હતું. તેને તેના ટેસ્ટ કરિયરમાં આ સિદ્ધિ મેળવવા માટે 11 મેચની 20 ઈનિંગ્સ લીધી.
ઝિમ્બાબ્વે માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનારા બોલરો
| ક્રમ | ખેલાડીઓનું નામ | મેચ | ઈનિંગ |
| 1 | બ્લેસિંગ મુઝરબાની | 11 | 18 |
| 2 | હીથ સ્ટ્રીક | 11 | 20 |
| 3 | રે પ્રાઈસ | 15 | 23 |
| 4 | એન્ડી બ્લિગનોટ | 15 | 25 |
| 5 | ગ્રાહેમ ક્રીમર | 17 | 24 |
બ્લેસિંગ મુઝરબાનીનું કેવું રહ્યું છે ટેસ્ટ કરિયર?
બ્લેસિંગ મુઝરબાનીએ પહેલી વાર 2017માં ઝિમ્બાબ્વે માટે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. સાઉથ આફ્રિકા સામે રમેલી પહેલી મેચમાં તે કંઈ ખાસ કમાલ કરી શક્યો ન હતો પરંતુ બીજી મેચમાં તેને પોતાનું ફોર્મ મેળવતાં 6 વિકેટ લીધી.
બ્લેસિંગ મુઝરબાની ટીમ માટે અત્યાર સુધી 13 મેચની 20 ઈનિંગમાં 54 વિકેટ હાંસલ કરી ચૂક્યો છે. પોતાના નાના કરિયરમાં તે 3 વાર 5 વિકેટ લેવાની સિદ્ધિ પણ મેળવી ચૂક્યો છે. ટેસ્ટ સિવાય વનડે અને T20 ઈન્ટરનેશનલમાં પણ તેને ટીમ માટે 147 લીધી છે. હાલમાં તે સાઉથ આફ્રિકા સામે સિરીઝમાં ટીમનો ભાગ છે.
આરસીબી માટે રમવાની ન મળી તક
આરસીબીની ટીમમાં આ સિઝનમાં ઘણાં ખેલાડીઓ ઈજાઓનો શિકાર બન્યા હતા તો ઘણાં ખેલાડીઓને નેશનલ ડ્યુટી પર જવાનું હતું. આવામાં સાઉથ આફ્રિકાના લુંગી એનગિડીની જગ્યાએ આરસીબીએ બ્લેસિંગ મુઝરબાનીને 70 લાખ રૂપિયા આપીને ટીમમાં સામેલ કર્યો હતો. પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી અને એક પણ મેચ રમ્યા વિના તે આઈપીએલ ટાઈટલનો વિજેતા બની ગયો.