એજબેસ્ટનમાં રમાનારી બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહ ભારતની પ્લેઈંગ ઈલેવનનો ભાગ રહેશે નહીં. બુમરાહના વર્કલોડને મેનેજ કરવા માટે આ નિર્ણય લેવામાં આવશે.
સિરીઝ પહેલી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ એકમાત્ર બોલર હતો જે સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. જસપ્રીત બુમરાહે પહેલી ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. પરંતુ જો બુમરાહ નહીં રમે તો ટીમ મેનેજમેન્ટ પ્લેઈંગ ઈલેવનમાં કયા ફાસ્ટ બોલર પર વિશ્વાસ કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
જસપ્રીત બુમરાહ કરશે આરામ
ટીમ ઈન્ડિયાના જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ઉપલબ્ધ રહેશે નહીં. મીડિયા રિપોર્ટ મુજબ એજબેસ્ટનમાં રમાનારી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ પ્લેઈંગ ઈલેવનનો ભાગ રહેશે નહીં. વર્કલોડને ધ્યાનમાં રાખીને જસપ્રીત બુમરાહને આ ટેસ્ટમાં આરામ આપવામાં આવશે. પરંતુ જસપ્રીત બુમરાહ ત્રીજી ટેસ્ટમાં રમતો જોવા મળશે.
હેડિંગ્લીમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં બુમરાહ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. જસપ્રીત બુમરાહે પહેલી ઈનિંગમાં 5 વિકેટ લીધી હતી. પરંતુ બીજી ઈનિંગમાં જસપ્રીત બુમરાહને કોઈ વિકેટ મળી ન હતી.
જસપ્રીત બુમરાહની જગ્યાએ કોને મળશે તક?
જો જસપ્રીત બુમરાહ બીજી ટેસ્ટ મેચ નહીં રમે તો કોને તક આપવામાં આવશે. ટીમ મેનેજમેન્ટે અર્શદીપ સિંહ અથવા આકાશદીપમાંથી કોઈ એક પર વિશ્વાસ રાખવો પડશે. અર્શદીપે હજુ સુધી એક પણ ટેસ્ટ મેચ રમી નથી. આકાશદીપને 7 ટેસ્ટ મેચનો અનુભવ છે. આકાશદીપે 12 ઈનિંગ્સમાં કુલ 15 વિકેટ લીધી છે. પરંતુ અર્શદીપ ચોક્કસપણે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમ્યો છે, જ્યાં તેનું પ્રદર્શન મજબૂત હતું.