IPL 2024 પહેલા દિગ્ગજ રોહિત શર્મા અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ખરાબ સંબંધો વિશે ખૂબ ચર્ચા થવા લાગી હતી. સીઝન 17 દરમિયાન રોહિત શર્માના ફેન્સે હાર્દિક પંડ્યાને જોરદાર ટ્રોલ કર્યો હતો.
મેદાન પર પણ હાર્દિક પંડ્યાને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો. જે બાદ બંને ખેલાડીઓએ T20 વર્લ્ડકપ 2024માં રમતાં જોવા મળ્યા હતા. ટીમ ઈન્ડિયાએ ટ્રોફી જીત્યા બાદ હિટમેને હાર્દિક પંડ્યાને મેદાન પર કિસ કરી હતી. જેના વિશે પહેલીવાર રોહિત શર્માએ ખુલીને વાત કરી છે.
રોહિત શર્માએ હાર્દિક પંડ્યા સાથેના સંબંધો વિશે કરી વાત
T20 વર્લ્ડકપ 2024માં છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગ કરીને હાર્દિક પંડ્યાએ ટીમને ટ્રોફી જીતાડી. જે બાદ કેપ્ટન રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા બંને ખૂબ જ ઈમોશનલ જોવા મળ્યા. આ ઈમોશનમાં હિટમેને હાર્દિક પંડ્યાને કિસ કરી હતી. તે સમયે તેને લઈને ખૂબ ચર્ચા થઈ હતી.
આ મોમેન્ટને લઈને જિયોહોટસ્ટારના એક ઈન્ટરવ્યુમાં હિટમેને કહ્યું કે 'તે એક ખૂબ જ ઈમોશનલ મોમેન્ટ હતી. હાર્દિક મારો મેઈન ખેલાડી હતો. તેને મારા અને ટીમ માટે મેદાન પર કામ કર્યું હતું, નહીં તો આજે બધા ખાલી હાથે બેઠાં હતા.'
હાર્દિક પંડ્યા બન્યો ટીમ ઈન્ડિયા માટે મોટો મેચ વિનર
IPL 2024 સુધી હાર્દિક પંડ્યાને જોરદાર ટ્રોલ કરવામાં આવ્યો હતો. તે બાદ તેનું કદ ટીમ ઈન્ડિયામાં વધી ગયું. હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન બનવાથી ચૂકી ગયો, પરંતુ તે આજે સૌથી મોટો મેચ વિનર ખેલાડી છે. T20 વર્લ્ડકપ 2024 પછી હાર્દિક પંડ્યાએ ચેમ્પિયન ટ્રોફી 2025માં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જ્યાં ટીમ ઈન્ડિયાએ ટ્રોફી પોતાને નામ કરી હતી. પરંતુ બંને ટુર્નામેન્ટ પછી પણ હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા વચ્ચે ખૂબ જ સારો સંબંધ છે.