ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટર રિંકુ સિંહને યુપી સરકારે મોટી જવાબદારી આપતાં બેસિક એજ્યુકેશન ઓફિશર બનાવ્યો છે. પરંતુ રિંકુ સિંહ પોતે નવમું ધોરણ ફેલ છે, જે બાદ તેના ફેન્સે તેને બેસિક ઓફિશર બનવા પર સવાલ ઉભા કર્યા છે.


રિંકુ સિંહની નિમણૂક સ્પોર્ટ ક્વોટાને કારણે ઈન્ટરનેશનલ લેવલ પર તેની ઉપલબ્ધિઓને જોઈને આપવામાં આવી છે. આને લઈને શિક્ષણ નિયામકમંડળે જણાવ્યું હતું કે બેઝિક એજ્યુકેશન ઓફિસરની નિમણૂક આંતરરાષ્ટ્રીય મેડલ વિજેતા ડાયરેક્ટ રિક્રુટમેન્ટ રૂલ્સ-2022 હેઠળ કરવામાં આવી છે. હવે રિંકુને મેડિકલ અને ડોક્યુમેન્ટ સબમિટ કરવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

સોશિયલ મીડિયા પર યુઝર્સ થયા ગુસ્સે

યુપી સરકાર દ્વારા રિંકુ સિંહને બેઝિક એજ્યુકેશન ઓફિસર તરીકે નિયુક્ત કરવા બદલ કેટલાક લોકો ખૂબ નારાજ જોવા મળી રહ્યા છે. જેના કારણે તેઓ સોશિયલ મીડિયા પર વિવિધ પોસ્ટ અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.


સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું છે કે "હવે એવું લાગે છે કે આટલી બધી ડિગ્રીઓ હોવા છતાં, આજના સમયમાં ફક્ત ઓછા શિક્ષિત લોકો જ લાયક સાબિત થઈ રહ્યા છે. ડિગ્રી અને તાલીમ હોવા છતાં એક બેરોજગાર વ્યક્તિ માર ખાતો હોય છે અને ઓછા શિક્ષિત લોકો અધિકારી પદ માટે લાયક સાબિત થઈ રહ્યા છે."


એક યુઝરે લખ્યું છે કે "જો તેમને રમતગમત મંત્રી બનાવવામાં આવ્યા હોત તો સારું થાત. નવમું પાસ વ્યક્તિને બેઝિક એજ્યુકેશન ઓફિસર બનાવવો એ શિક્ષણ સાથે મજાક છે." આ સિવાય બીજા એક યુઝરે લખ્યું છે કે "અમને લાગ્યું કે તેને B.Ed કર્યું હશે અને તેનું નામ પીસીએસના ફાઈનલમાં હોવું જોઈએ, પરંતુ જ્યારે અમે ગુગલ પર તેની લાયકાત શોધી તો ખબર પડી કે તે 9મા ધોરણમાં નાપાસ થયો છે."

રિંકુ સિંહનું ક્રિકેટ કરિયર

રિંકુ સિંહે ટીમ ઈન્ડિયા માટે વર્ષ 2023 માં T20 માં આયર્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તેને આ મેચમાં બેટિંગ કરવાની તક મળી ન હતી. આ સિવાય તેને આ વર્ષે ઈંગ્લેન્ડ સામે તેની છેલ્લી T20 મેચ રમી હતી. આ મેચમાં તેને ફક્ત 9 રન બનાવ્યા હતા. અત્યાર સુધી રિંકુએ ટીમ ઈન્ડિયા માટે 33 T20 મેચ રમી છે, જેમાં તેને બેટિંગ કરતી વખતે 546 રન બનાવ્યા છે, જેમાં 3 અડધી સદીનો સમાવેશ થાય છે. રિંકુએ વર્ષ 2023 માં સાઉથ આફ્રિકા સામે ODI ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં તેને ફક્ત 17 રન બનાવ્યા હતા. અત્યાર સુધી રિંકુએ ટીમ ઈન્ડિયા માટે ફક્ત 2 ODI મેચ રમી છે.


  • Follow us on: