ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં જ 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં ટીમ ઈન્ડિયાના બોલર 371 રનનો ટાર્ગેટને બચાવવામાં નિષ્ફળ સાબિત થયા.
ટીમ ઈન્ડિયાએ આ દરમિયાન બીજી ટેસ્ટ મેચ પહેલા એક મોટો નિર્ણય લીધો છે, જેમાં ટીમે ફાસ્ટ બોલર હર્ષિત રાણાને મુખ્ય ટીમમાંથી રિલીઝ કરી દીધો છે. ટીમ ઈન્ડિયાની આ સિરીઝની આગામી મેચ બર્મિંઘમના મેદાન પર 2 જુલાઈથી રમાશે.
હર્ષિત રાણા ફરશે પરત
ઈંગ્લેન્ડ સામે જ્યારે પાંચ ટેસ્ટ મેચની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં જાહેરાત થઈ ત્યારે તેમાં હર્ષિત રાણાનું નામ સામેલ ન હતું. હર્ષિત રાણા ઈન્ડિયા A ટીમનો ભાગ હતો, જેમાં તેને ઈંગ્લેન્ડ લાયન્સની ટીમ સામે રમનારી 2 મેચની અનઓફિશિયલ ટેસ્ટ મેચની સિરીઝમાં રમવાનું હતું. હર્ષિત રાણાને આ સિરીઝ બાદ મુખ્ય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, જ્યારે ટીમના બાકી ખેલાડીઓ પરત ફર્યા.
તાજેતરમાં જ્યારે લીડ્સ ટેસ્ટ મેચ પૂર્ણ થયા બાદ ટીમ મેનેજમેન્ટે હર્ષિત રાણાને ટીમમાંથી રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે તે ઘરે પરત ફરશે.બીસીસીઆઈના એક સૂત્રોના જણાવ્યા મુજબ તેને જણાવ્યું કે હર્ષિત રાણાને ટીમમાંથી રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે 2 જુલાઈથી શરુ થનારી બીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયા સાથે બર્મિંઘમ નથી જઈ રહ્યો.
બુમરાહ સિવાય કોઈપણ બોલર ન બચાવી શક્યો રન
ટીમ ઈન્ડિયાએ લીડ્સ ટેસ્ટ મેચમાં મળેલી હારના 2 મુખ્ય કારણ હતા, જેમાં એક એ હતું કે ટીમ ઈન્ડિયાની ખરાબ ફીલ્ડિંગ અને બીજું જસપ્રીત બુમરાહ અન્ય કોઈ પણ બોલર સારું પ્રદર્શન ન કરી શક્યું. આમાં સૌથી વધુ ખરાબ પ્રદર્શન પ્રસિદ્ધ કૃષ્ણાનું જોવા મળ્યું. જેને આ મેચમાં કુલ 220 આપ્યા અને 5 જ વિકેટ લીધી. બીજી તરફ મોહમ્મદ સિરાજ પણ 2 વિકેટ લઈ શક્યો. આવામાં બર્મિંઘમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફેરફાર થશે તે નિશ્ચિત છે.