શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમવવાની છે. પહેલી મેચ ડ્રો થઈ ગઈ, જ્યારે બીજી મેચ શ્રીલંકાએ 78 રનથી જીતી અને તેની સાથે સિરીઝ પણ 1-0થી પોતાને નામ કરી લીધી.


હાર બાદ બાંગ્લાદેશના નઝમુલ હુસૈન શાંતોએ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. શાંતોએ શ્રીલંકા સામે પહેલી ટેસ્ટ મેચમાં 2 સદી પણ ફટકારી હતી. પરંતુ બીજી મેચમાં તેનું બેટ શાંત રહ્યું હતું. હવે તે એક ખેલાડી તરીકે ટેસ્ટ ફોર્મેટમાં રમવાનું ચાલું રાખશે.

શાંતોએ કરી જાહેરાત

નઝમુલ હુસૈન શાંતોએ પ્રેસ કોન્ફોરન્સમાં મોટી જાહેરાત કરી. તેને કહ્યું કે મને એક જાહેરાત કરવી છે. હું બાંગ્લાદેશ ટીમની ટેસ્ટ કેપ્ટનશીપ છોડી રહ્યો છું. હું ટેસ્ટ ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખીશ. હું સ્પષ્ટ કરવા માગું છું કે મારો નિર્ણય વ્યક્તિગત નથી. આ ટીમની ભલાઈ માટે છે.


હાર બાદ નઝમુલ હુસૈન શાંતોએ શું કહ્યું?

બીજી ટેસ્ટ મેચમાં મળેલી હાર બાદ નઝમુલ હુસૈન શાંતોએ કહ્યું કે જે રીતે અમે મેચનો અંત કર્યો, તે ખૂબ જ નિરાશાજનક હતું. અમે આ ટેસ્ટમાં સારું ન રમ્યા, એના માટે અમે નિરાશ છીએ. જ્યારે અમે પહેલી ઈનિંગમાં સારી બેટિંગ કરી, તે અમારી ઈચ્છા અનુસાર ન હતી. જેના કારણે અમે મેચ હારી ગયા. મને હજુ લાગે છે અમારે પહેલા બેટિંગ કરવી જોઈતી હતી. જે રીતે અમે આઉટ થયા, તે સારું ન હતું. અમે પહેલી ઈનિંગમાં ઘણી બધી ભૂલો કરી. જે રીતે અમે ત્રીજા દિવસે બોલિંગ કરી, તે પરિસ્થિતિઓ જોવા લાયક હતી. મને આશા છે કે ટીમના ખેલાડીઓ આગળ પણ સારું પ્રદર્શન કરશે.

પહેલી મેચમાં ફટકારી 2 સદી

શ્રીલંકા સામે રમાયેલી પહેલી મેચમાં નઝમુલ હુસૈન શાંતોએ 148 અને 125 રનની અણનમ ઈનિંગ રમી હતી. પરંતુ બીજી મેચમાં તેનું બેટ કંઈ ખાસ કમાલ કરી શક્યું નહીં. શ્રીલંકા માટે તેને 37 ટેસ્ટ મેચ રમી છે. તેને 32.19ની એવરેજ સાથે 2189 રન બનાવ્યા છે. તેના નામે ટેસ્ટમાં 7 સદી અને 5 અડધી સદી છે.


  • Follow us on: