ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સિરીઝનો પહેલો તબક્કો પૂર્ણ થઈ ગયો છે. ત્રણ મેચની વનડે સિરીઝ પૂરી થઈ ગઈ છે, પરંતુ T20 ઈન્ટરનેશનલ સિરીઝ બાકી છે. ભારતીય ટીમ વનડે હારી ગઈ હતી.
ત્રીજી મેચની વાત કરીએ તો એક સમયે ટીમ ઈન્ડિયા જીતની ખૂબ નજીક હતી, પરંતુ અચાનક કંઈક એવું બન્યું જેના કારણે તેમને મેચ ગુમાવવી પડી. ભારતીય ટીમ મેચ હારી ગઈ તે ટર્નિંગ પોઈન્ટ શું હતો?
ટીમ ઈન્ડિયાએ વર્ષ 2026ની પહેલી સિરીઝ હારી
ટીમ ઈન્ડિયાએ 2026ની પોતાની પહેલી સિરીઝ ગુમાવી દીધી છે. ભારતીય ટીમે પહેલી મેચ સરળતાથી જીતી લીધી હોવા છતાં, નબળી ગણાતી ન્યુઝીલેન્ડની ટીમે વળતો પ્રહાર શરૂ કર્યો જેના પરિણામે ભારત બાકીની બે મેચ અને સિરીઝ ગુમાવી બેઠું. આ પહેલી વાર છે જ્યારે ન્યુઝીલેન્ડ ભારત આવ્યું છે અને ODI સિરીઝ જીતી છે. કેપ્ટન શુભમન ગિલ પર એવો કલંક લગાવવામાં આવ્યો છે જે હટાવવો તેના માટે મુશ્કેલ રહેશે.
ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી
ત્રીજી અને નિર્ણાયક મેચની વાત કરીએ તો ન્યુઝીલેન્ડે પહેલા બેટિંગ કરતી વખતે એક પછી એક 2 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ વિલ યંગ ફક્ત 30 રન બનાવીને આઉટ થયો. 58 રનમાં 3 વિકેટ ગુમાવીને, મેચ સરળ લાગી રહી હતી, પરંતુ ન્યુઝીલેન્ડે વળતો પ્રહાર કર્યો. ડેરિલ મિચેલ હંમેશા ભારત માટે મુશ્કેલીનો સ્ત્રોત રહ્યો છે, પરંતુ આ વખતે ગ્લેન ફિલિપ્સે પણ ઝડપી બેટિંગ કરી. બંને બેટ્સમેનોએ શાનદાર સદી ફટકારી અને ન્યુઝીલેન્ડને મોટા સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી. 58 રનમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ, ચોથી વિકેટ પડી જ્યારે ન્યુઝીલેન્ડનો સ્કોર 277 રન પર પહોંચી ગયો. જેના કારણે ન્યુઝીલેન્ડનો સ્કોર 50 ઓવરના અંતે 8 વિકેટે 337 રન થયો.
ટીમ ઈન્ડિયાની ખરાબ શરૂઆત
ભારતીય ટીમ સામે હવે એક વિશાળ ટાર્ગેટ હતો. પરંતુ એટલું મોટું લક્ષ્ય ન હતું કે તેને હાંસલ કરવું અશક્ય હોય. વિરાટ કોહલી, રોહિત શર્મા, શુભમન ગિલ અને કેએલ રાહુલ જેવા બેટ્સમેન ભારતને વિજય તરફ દોરી શક્યા હોત. પરંતુ શરૂઆત ખરાબ રહી. રોહિત શર્મા માત્ર 11 રન બનાવીને આઉટ થયો, જ્યારે શુભમન ગિલે 23 રન બનાવ્યા. શ્રેયસ ઐયરે ત્રણ અને કેએલ રાહુલે 1 રન બનાવ્યા.
ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા વિરાટ કોહલીએ એક છેડો પકડી રાખ્યો. તેને નીતિશ કુમાર રેડ્ડી સાથે મહત્વપૂર્ણ પાર્ટનરશીપ કરી, જેના કારણે જીતની શક્યતા દેખાઈ રહી હતી. આ દરમિયાન નીતિશ કુમાર 53 રન બનાવીને આઉટ થયા, જ્યારે રવિન્દ્ર જાડેજાએ પણ 12 રન બનાવ્યા.
વિરાટ કોહલીને હર્ષિત રાણાએ કર્યો સપોર્ટ
ભારતીય ટીમની વિકેટો એક બાજુથી સતત પડી રહી હતી, પરંતુ વિરાટ કોહલી એક છેડો પકડી રહ્યો હતો. હવે તેને હર્ષિત રાણાનો સાથ મળ્યો. હર્ષિત રાણા બોલર છે, પરંતુ આ મેચમાં તેને બેટથી પણ પોતાનું કામ કર્યું. ભારતીય ટીમનો સ્કોર 32.1 ઓવરમાં 178 રન હતો ત્યારે રવિન્દ્ર જાડેજા આઉટ થયો હતો. તે સમયે જીતની શક્યતા લગભગ ખતમ થઈ ગઈ હતી. પરંતુ કોહલી અને રાણાએ લગભગ 99 રનની પાર્ટનરશીપ કરી. ટીમ ઈન્ડિયાએ 43 ઓવરમાં 277 રન બનાવ્યા હતા, અહીંથી જીત નજીક દેખાઈ રહી હતી, પરંતુ પછી હર્ષિત રાણા આઉટ થઈ ગયો.
હર્ષિત રાણાના આઉટ થવા સાથે જીતની આશાનો આવ્યો અંત
હર્ષિતે 43 બોલમાં 52 રનની સારી ઈનિંગ રમી. હર્ષિતે જ બેટથી જીતની આશા જગાવી હતી, પરંતુ તેના આઉટ થવાથી તે આશા ઠગારી નીવડી. આ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. કોહલી ક્રીઝ પર હોવા છતાં તેને સપોર્ટ આપવા માટે કોઈ ન હતું. જ્યારે ભારતનો સ્કોર 292 હતો, ત્યારે કોહલી પણ આઉટ થયો, જે નવમી વિકેટ બન્યો. બે સારી ભાગીદારી છતાં ટીમ ઈન્ડિયા 50 ઓવરનો પોતાનો સંપૂર્ણ ક્વોટા પૂર્ણ કરી શકી નહીં અને 46 ઓવરમાં ફક્ત 296 રન જ બનાવી શકી. આમ મેચ 41 રનથી હારી ગઈ અને ત્રણ મેચની ODI સિરીઝ પણ હારી ગઈ.
આ પણ વાંચો: Virat Kohliએ 85મી સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, વીરેન્દ્ર સેહવાગ અને રિકી પોન્ટિંગને છોડ્યા પાછળ
