વિરાટ કોહલીનું શાનદાર ફોર્મ ચાલુ છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસની ત્રીજી ODI મેચથી વિરાટ કોહલી ફોર્મમાં આવ્યો હતો અને ત્યારથી તે લગભગ દરેક મેચમાં બેટથી ધૂમ મચાવી રહ્યો છે. સાઉથ આફ્રિકા સામેની ODI સિરીધમાં સૌથી વધુ રન બનાવનાર વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં શાનદાર શરૂઆત કરી હતી.
પહેલી જ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર અડધી સદી ફટકારી હતી. તે ફક્ત 7 રનથી પોતાની સદી ચૂકી ગયો હતો. આ પછી તે બીજી મેચમાં ફક્ત 23 રન બનાવી શક્યો હતો પરંતુ ત્રીજી મેચમાં તક મળતા જ તેને ફરી એકવાર બેટથી શાનદાર પ્રદર્શન કર્યું. તેને ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં શાનદાર સદી ફટકારી.
વિરાટ કોહલીએ ફક્ત 91 બોલમાં પોતાની સદી પૂરી કરી, જે તેની 54મી ODI સદી છે. આ તેની ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 85મી સદી છે. આનાથી તે સૌથી વધુ ઈન્ટરનેશનલ સદી ફટકારનારા સચિન તેંડુલકરથી માત્ર 15 સદી પાછળ છે. જો કોહલી આ ગતિએ સદી ફટકારતો રહે તો સચિનનો વર્લ્ડ રેકોર્ડ તૂટી શકે છે.
https://twitter.com/BCCI/status/2012908989110235397
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેન
સચિન તેંડુલકર - 100
વિરાટ કોહલી - 85
રિકી પોન્ટિંગ - 71
કુમાર સંગાકારા - 63
જેક્સ કાલિસ - 62
જો રૂટ - 60
વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને પોતાની સાતમી વનડે સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી. આ સાથે તે ન્યુઝીલેન્ડ સામે સૌથી વધુ વનડે સદી ફટકારનાર બેટ્સમેન બન્યો. તેને આ સિદ્ધિ હાંસલ કરવા માટે વીરેન્દ્ર સેહવાગ અને રિકી પોન્ટિંગ જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા. તમને જણાવી દઈએ કે ભારતીય ધરતી પર કોહલીની આ 41મી સદી છે.
https://twitter.com/BCCI/status/2012912724359917763
ન્યુઝીલેન્ડ સામે સૌથી વધુ વનડે સદી ફટકારનારા બેટ્સમેન
વિરાટ કોહલી - 7 સદી
વીરેન્દ્ર સેહવાગ - 6 સદી
રિકી પોન્ટિંગ - 6 સદી
સચિન તેંડુલકર - 5 સદી
મહેલા જયવર્દને - 5 સદી
વિરાટ કોહલી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ન્યુઝીલેન્ડ સામે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન પણ બની ગયો છે. તેને જો રૂટ, જેક્સ કાલિસ અને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. વિરાટ કોહલીના નામે હવે ન્યુઝીલેન્ડ સામે 10 સદી છે.
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ન્યુઝીલેન્ડ સામે સૌથી વધુ સદીઓ
10 - વિરાટ કોહલી (73)*
9 – જો રૂટ (71)
9 – જેક્સ કાલિસ (76)
9 - સચિન તેંડુલકર (80)
આ પણ વાંચો: Virat Kohli મેદાનની વચ્ચે પોતાના પર થયો ગુસ્સે! જાણો કારણ