16 નવેમ્બરના રોજ ACC મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025માં ભારત A અને પાકિસ્તાન A વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતે ખરાબ પ્રદર્શન કર્યું હતું અને પાકિસ્તાન 8 વિકેટથી જીત્યું હતું.


પાકિસ્તાન માટે માઝ સદકતે અડધી સદી ફટકારી હતી. પરંતુ તેનો એક કેચ વિવાદાસ્પદ બન્યો હતો, જેના કારણે રમત થોડા સમય માટે રોકાઈ ગઈ હતી. ત્યારબાદ ભારત Aના કેપ્ટન જીતેશ શર્મા એમ્પાયર સાથે ઝઘડી પડ્યો હતો. તમને જણાવી દઈએ કે આખો મામલો શું છે.

થોડીવાર માટે મેચ થઈ બંધ

પાકિસ્તાની ઈનિંગની 10મી ઓવર દરમિયાન જ્યારે માઝ સદાકત પોતાની અડધી સદી પૂર્ણ કર્યા પછી બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેને સુયશ શર્માની બોલિંગ પર એક મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો અને બોલને બાઉન્ડ્રી પર ફટકાર્યો. પરંતુ ફિલ્ડર નેહલ વાઢેરાએ બોલ પકડીને બાઉન્ડ્રીની બીજી બાજુ ફેંકી દીધો. નમન ધીરે બોલ કેચ કર્યો. ત્યારબાદ સદાકત પેવેલિયન તરફ ચાલ્યો ગયો.


પરંતુ એમ્પાયરે તેને રોક્યો અને થોડીવાર પછી નોટઆઉટનો નિર્ણય આપ્યો. આ નિર્ણયથી ભારતીય ખેલાડીઓ ગુસ્સે ભરાયા. કેપ્ટન જીતેશ શર્મા લાંબા સમય સુધી ઓન-ફિલ્ડ એમ્પાયર સાથે દલીલ કરતા જોવા મળ્યો અને રમત થોડા સમય માટે બંધ રહી.

પાકિસ્તાને 8 વિકેટે મેચ જીતી લીધી

ભારતીય ઓપનર વૈભવ સૂર્યવંશીએ 28 બોલમાં 45 રન બનાવ્યા. પ્રિયાંશ આર્યએ 9 બોલમાં 10 રન બનાવ્યા, ત્યારબાદ નમન ધીરે 20 બોલમાં 35 રન બનાવ્યા. ભારતે 19 ઓવરમાં 10 વિકેટે 136 રન બનાવ્યા અને પીછો કરતા પાકિસ્તાને 8 વિકેટ બાકી રહેતા મેચ જીતી લીધી. પાકિસ્તાન તરફથી માઝ સદકતે 47 બોલમાં અણનમ 79 રન બનાવીને પાકિસ્તાનને 8 વિકેટથી જીત અપાવી.


  • Follow us on: