એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. બધી ટીમોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે.


આ પરિસ્થિતિમાં ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે ફિટ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ તે મેગા ઈવેન્ટ પહેલા 100 ટકા ફિટ નથી, જેના કારણે ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે.

સૂર્યકુમાર યાદવ ફિટ નથી

મીડિયા રિપોર્ટ મુજબ સૂર્યકુમાર યાદવને 100 ટકા ફિટ થવામાં એક અઠવાડિયાનો સમય લાગી શકે છે. સૂર્યકુમાર યાદવે થોડા મહિના પહેલા સ્પોર્ટ્સ હર્નિયા સર્જરી કરાવી હતી, ત્યારબાદ તે નેશનલ ક્રિકેટ એકેડેમીમાં સતત રિહેબિંગ કરી રહ્યો છે. હવે એવું સામે આવ્યું છે કે તેને ફિટ થવામાં 7 દિવસ લાગી શકે છે.

સૂર્યકુમાર યાદવ ભારત માટે સૌથી મહત્વપૂર્ણ ખેલાડી છે. આ પરિસ્થિતિમાં ભારતીય ટીમના દૃષ્ટિકોણથી તેનું ફિટ રહેવું સૌથી મહત્વપૂર્ણ છે. થોડા દિવસો પહેલા સૂર્યકુમાર યાદવે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે NCA ખાતે બેટિંગનો અભ્યાસ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન સૂર્યકુમાર યાદવ દોડતો પણ જોવા મળ્યો હતો.

મુંબઈમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે હાર્દિક પંડ્યા

આ સિવાય હાર્દિક પંડ્યા પણ એશિયા કપની તૈયારી માટે મેદાનમાં ઉતર્યો છે. તે મુંબઈમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. હાર્દિક પંડ્યા આ ટુર્નામેન્ટમાં ભારત માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

IPL 2025માં શાનદાર ફોર્મમાં હતો સૂર્યકુમાર યાદવ

સૂર્યકુમાર યાદવ છેલ્લે IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા જોવા મળ્યો હતો. તેને આ સિઝનમાં શાનદાર બેટિંગ કરી હતી અને મુંબઈ ઈન્ડિયન્સ માટે 717 રન બનાવીને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ જીત્યો હતો. T20 વર્લ્ડકપ 2024 પછી રોહિત શર્માએ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ પછી સૂર્યકુમાર યાદવ ભારતીય T20 ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે.

સૂર્યકુમાર યાદવે શાનદાર કેપ્ટનશીપ કરી છે. તેને 22 મેચોમાં ભારત માટે 17 મેચ જીતી છે. ભારતીય ટીમ 10 સપ્ટેમ્બરથી એશિયા કપ 2025 માં તેના અભિયાનની શરૂઆત કરશે, જ્યાં તેનો સામનો UAE સાથે થશે. આ સિવાય ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહાન મુકાબલો 14 સપ્ટેમ્બરે રમાશે.

  • Follow us on: