T20I ક્રિકેટમાં બોલર માટે 2 કે 3 વિકેટ લેવી એ એક મોટી ઘટના માનવામાં આવે છે. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં આવું બહુ જોવા મળતું નથી. પરંતુ ક્રિકેટ અનિશ્ચિતતાઓનો ખેલ છે, જેમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે.
T20I ક્રિકેટમાં એક બોલરે અડધી ટીમને આઉટ કરીને ધૂમ મચાવી દીધી છે. આ અનોખી ઘટના 23 ડિસેમ્બરે ઈન્ડોનેશિયા અને કંબોડિયા વચ્ચે રમાયેલી T20I મેચમાં જોવા મળી હતી. T20I ક્રિકેટમાં પહેલીવાર કોઈ બોલરે 5 વિકેટ લઈને નવો ઈતિહાસ રચ્યો છે.
ઈન્ડોનેશિયા અને કંબોડિયા 8 મેચની T20I સિરીઝમાં રમી રહ્યા છે, જે 23 ડિસેમ્બરથી બાલીમાં શરૂ થઈ રહી છે. પહેલી T20Iમાં કંબોડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા ઈન્ડોનેશિયાએ ધર્મા કેસામાની ધમાકેદાર સદીની મદદથી 167/5નો સ્કોર બનાવ્યો. ધર્મા કેસામાએ 68 બોલનો સામનો કર્યો અને 110 રનની ઈનિંગમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. કેસમા અંત સુધી અણનમ રહ્યો.
એક ઓવરમાં લીધી 5 વિકેટ
ઈન્ડોનેશિયાના કુલ સ્કોરનો પીછો કરતા કંબોડિયા 14.3 ઓવરમાં 104 રનમાં ઓલઆઉટ થઈ ગયું. 16મી ઓવરમાં બોલિંગ કરવા આવતા 28 વર્ષના ગેડે પ્રિયંદનાએ પહેલા 3 બોલમાં વિકેટ લીધી અને હેટ્રિક હાંસલ કરી. ગેડે પ્રિયંદના ત્યાં જ અટક્યો નહીં. ચોથા બોલ પર ડોટ બોલ ફેંક્યા પછી પ્રિયંદના ગેડેએ ઓવરના પાંચમા અને અંતિમ બોલ પર વિકેટ લીધી.
આ રીતે ગેડે પ્રિયંદનાએ 1 ઓવરમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી. તમને જણાવી દઈએ કે આ મેચ પહેલા કોઈ બોલરે પુરુષો કે મહિલા T20 ક્રિકેટમાં એક ઓવરમાં પાંચ વિકેટ લીધી ન હતી. હવે ગેડે પ્રિયંદના પુરુષો અને મહિલા બંને કેટેગરરીમાં આ સિદ્ધિ હાંસલ કરનાર પહેલો બોલર બન્યો છે.
T20 ક્રિકેટમાં આ ત્રીજી વખત બન્યું
ગેડે પ્રિયંદનાએ આ ઐતિહાસિક ઓવરમાં ફક્ત એક જ વાઈડ રન આપ્યો હતો. તમને જણાવી દઈએ કે ઈન્ડોનેશિયા અને કંબોડિયા વચ્ચે રમાયેલી પહેલી T20I મેચ પહેલા બોલરોએ T20I મેચોમાં 14 વખત એક ઓવરમાં 4 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી. પરંતુ બે બોલરો T20 ક્રિકેટમાં એક ઓવરમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
2013-14માં વિક્ટરી ડે T20 કપમાં UCB-BCB XI તરફથી રમતા અલ-અમીન હુસૈને અબહાની લિમિટેડ સામે 1 ઓવરમાં 5 વિકેટ લીધી હતી. કર્ણાટકના અભિમન્યુ મિથુને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2019-20 ની સેમીફાઈનલમાં 1 ઓવરમાં હરિયાણાના 5 બેટ્સમેનોને આઉટ કર્યા હતા.
આ પણ વાંચો: Vaibhav Suryavanshi અને આયુષ મ્હાત્રેની વધી મુશ્કેલી! પાકિસ્તાન સામેની હાર બાદ BCCI કરશે કડક કાર્યવાહી?