કેપ્ટન તરીકે પાંચ આઈપીએલ ટ્રોફી જીતનાર મહેન્દ્ર સિંહ ધોની સોશિયલ મીડિયા પર સતત હાજર રહે છે. હાલમાં આઈપીએલ 2026 માં તેના રમવા અંગે ચર્ચા થઈ રહી છે. 2020માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર ધોની હજુ પણ આઈપીએલમાં રમતો જોવા મળે છે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં મહેન્દ્ર સિંહ ધોની મુંબઈ ઈન્ડિયન્સની જર્સી પહેરેલો જોવા મળી રહ્યો છે, જેના કારણે સીએસકે ફેન્સમાં ચિંતાનો વિષય બન્યો છે.
માહીએ મુંબઈ ઈન્ડિયન્સની પહેરી જર્સી
મહેન્દ્ર સિંહ ધોનીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પાંચ વખત IPL વિજેતા ફ્રેન્ચાઈઝી, મુંબઈ ઈન્ડિયન્સની જર્સી પહેરેલો જોવા મળી રહ્યો છે. ફૂટબોલ મેચ દરમિયાન ધોની સ્લીવલેસ મુંબઈ જર્સી પહેરેલો જોવા મળ્યો હતો.
IPL દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ ઘણીવાર એકબીજાના કટ્ટર હરીફ હોય છે, બંને ફ્રેન્ચાઈઝી પાંચ-પાંચ વખત IPL ટ્રોફી જીતી ચૂકી છે. એમએસ ધોનીનો આ ફોટો જોઈને ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એમએસ ધોનીના ચેન્નાઈ સુપર કિંગ્સ છોડવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ હાલમાં કંઈ ઓફિશિયલ કહેવામાં આવી રહ્યું નથી.
મહેન્દ્ર સિંહ ધોની ગયા સિઝનમાં કરી રહ્યો હતો કેપ્ટનશીપ
ઋતુરાજ ગાયકવાડ IPL 2024થી ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ કરી રહ્યો છે, પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીએ ગત સિઝનમાં ઈજાને કારણે ટીમનું નેતૃત્વ કર્યું હતું. હાર્દિક પંડ્યા હવે મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ કરી રહ્યા છે. બંને ફ્રેન્ચાઈઝીનો છેલ્લા બે સિઝનમાં ખરાબ રેકોર્ડ રહ્યો છે. પરિણામે બંને ફ્રેન્ચાઈઝી પહેલાથી જ IPL 2026 માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ મહેન્દ્ર સિંહ ધોની રમશે કે નહીં તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ ધોનીએ હજુ સુધી આ બાબતે કોઈ કોમેન્ટ કરી નથી.