એશિયા કપ 2025માં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને ત્રણ વખત હરાવ્યું હતું. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન આખી પાકિસ્તાની ટીમ અપમાનિત થઈ હતી અને વારંવાર હારનો સામનો કરવો પડ્યો હતો.


પરંતુ પાકિસ્તાની ખેલાડીઓનો ઘમંડ સતત જોવા મળ્યો હતો. આ દરમિયાન પાકિસ્તાની સ્પિન બોલર અબરાર અહેમદે એક એવું નિવેદન આપ્યું છે જેનાથી હંગામો મચી ગયો છે.

અબરાર અહેમદે મચાવ્યો હંગામો?

અબરાર અહેમદે તાજેતરમાં એક મોટો વિવાદ ઉભો કર્યો હતો. તેને કહ્યું હતું કે તે ભૂતપૂર્વ ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન સાથે બોક્સિંગ કરવા માગશે. તેને એક ઈન્ટરવ્યુ દરમિયાન આ નિવેદન આપ્યું હતું. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે કયા ક્રિકેટર સાથે બોક્સિંગ કરવા માગે છે, ત્યારે તેને શિખર ધવનનું નામ લીધું. આ નિવેદનથી ખૂબ જ હંગામો મચી ગયો છે.

શિખર ધવન સાથે બોક્સિંગ કરવા માગુ છું: અબરાર અહેમદ

આ વર્ષની શરૂઆતમાં અબરાર અહેમદે તાજેતરમાં એશિયા કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેને એક સવાલ પૂછવામાં આવ્યો. ઈન્ટરવ્યુ લેનારએ પૂછ્યું કે "તમે દુનિયામાં કયા ખેલાડીને તમારી સામે બોક્સિંગમાં જોવા માગો છો અને જેના પર તમે ગુસ્સે થાવ છો?" આના પર અહેમદે જવાબ આપ્યો કે "હું બોક્સિંગ કરવા માગુ છું અને શિખર ધવન મારી સામે ઊભો હશે."

શિખર ધવને સોશિયલ મીડિયા પર મચાવી દીધી ધૂમ

2025ના પહેલા ભાગમાં ભૂતપૂર્વ ભારતીય ડાબોડી બેટ્સમેન શિખર ધવન ખૂબ જ ચર્ચામાં હતો. આ પહેલા તે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી સાથે શાબ્દિક ઝઘડોમાં ઉતર્યો હતો. ત્યારબાદ તેને પાકિસ્તાની ટીમ સામે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ મેચમાં રમવાની ના પાડી હતી, જેમાં શાહિદ આફ્રિદી જેવા ખેલાડીઓનો સમાવેશ થતો હતો.


  • Follow us on: