IPL 2026 માટે રીટેન્શન પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ છે અને બધી ટીમોએ રીટેન કરેલા અને રીલીઝ થયેલા ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરી દીધી છે. બધી ટીમો ડિસેમ્બરમાં ઓક્શન માટે તેમની વ્યૂહરચનાઓનું આયોજન કરશે અને બેસ્ટ ખેલાડીઓ સાથે તેમની ટીમ બનાવશે. મીની-ઓક્શનમાં ખેલાડીઓને પોતાની ટીમમાં જોડવા માટે જોરદાર સ્પર્ધાની અપેક્ષા છે.
KKR પાસે બાકી છે સૌથી વધુ પૈસા
IPL રીટેન્શન પછી કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે સૌથી વધુ પૈસા વધ્યા છે. ટીમે 64.30 કરોડ રૂપિયા બચાવ્યા છે. KKR એ વેંકટેશ ઐયર અને આન્દ્રે રસેલ જેવા મોંઘા ખેલાડીઓને રિલીઝ કર્યા છે. ટીમે ક્વિન્ટન ડી કોક અને મોઈન અલીને પણ ટીમમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે. KKR એ નવી ટીમ બનાવવી પડશે. અજિંક્ય રહાણે, મનીષ પાંડે, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, રિંકુ સિંહ, હર્ષિત રાણા અને અંગક્રિશ રઘુવંશીને રિટેન કર્યા છે. KKR પાસે 13 સ્લોટ ખાલી છે, જેમાંથી 6 વિદેશી ખેલાડીઓ માટે છે.
CSK તેના બોલિંગ આક્રમણને સુધારવાનો કરશે પ્રયાસ
સંજુ સેમસનને ટીમમાં સામેલ કરવા છતાં ચેન્નાઈ સુપર કિંગ્સે ઘણા ખેલાડીઓને રિલીઝ કરીને 40 કરોડ રૂપિયા બચાવ્યા છે. ચેન્નાઈ તેના બોલિંગ આક્રમણને સુધારવાનો પ્રયાસ કરશે. તેઓ મથીશા પથિરાનાને પરત લાવવા અથવા બેન સ્ટોક્સને ટીમમાં સામેલ કરવા પણ વિચારી શકે છે, જો કે એશિઝ પછી તે ઉપલબ્ધ હોય.
આ પહેલા રવિન્દ્ર જાડેજા CSKથી રાજસ્થાન રોયલ્સ અને વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન રોયલ્સથી CSK ગયા હતા. IPLની પ્રેસ રિલીઝ મુજબ 18 કરોડ રૂપિયાથી ઘટીને 14 કરોડ રૂપિયામાં રાજસ્થાન રોયલ્સમાં જોડાયો હતો, જ્યારે સેમસન CSKમાં તેની વર્તમાન ફી 18 કરોડ રૂપિયામાં જોડાયો હતો. ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરન પણ CSKથી ₹2.4 કરોડમાં રોયલ્સમાં જોડાયો હતો.
મુંબઈમાં સૌથી ઓછા પૈસા વધ્યા છે
IPL રીટેન્શન પછી કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે સૌથી વધુ પૈસા બાકી છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ પાસે સૌથી ઓછા પૈસા છે. મુંબઈની ટીમ પાસે હાલમાં 2.75 કરોડ રૂપિયા બાકી છે. તેથી મીની ઓક્શનમાં KKR સૌથી વધુ બોલી લગાવનાર ખેલાડી હોવાની અપેક્ષા છે.
IPL 2026 માટે બધી ટીમો પાસે બાકી રહેલું પર્સ
KKR – 64.30 કરોડ રૂપિયા
CSK - 43.40 કરોડ રૂપિયા
SRH – 25.50 કરોડ રૂપિયા
LSG – 22.95 કરોડ રૂપિયા
DC – 21.80 કરોડ રૂપિયા
RCB - 16.40 કરોડ રૂપિયા
RR – 16.05 કરોડ રૂપિયા
GT – 12.90 કરોડ રૂપિયા
PBKS - 11.50 કરોડ રૂપિયા
MI – 2.75 કરોડ રૂપિયા