RCBએ IPL 2026 માટે તેનું રીટેન્શન લિસ્ટ જાહેર કર્યું છે. ટીમે કુલ 8 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. RCB આગામી સિઝનમાં તેનું ટાઈટલ જાળવી રાખવાનું ટાર્ગેટ રાખશે. ટીમે તેના રીટેન્શન લિસ્ટમાં એક ખેલાડીનો સમાવેશ કર્યો છે, જેના પર બળાત્કારનો આરોપ છે. આ ખેલાડી IPL 2026માં RCBનું પ્રતિનિધિત્વ કરશે. જાણો આ ખેલાડી કોણ છે?
RCBએ આગામી સીઝન માટે યશ દયાલ પર વ્યક્ત કર્યો વિશ્વાસ
જૂન 2025માં ગાઝિયાબાદની એક યુવતીએ ફાસ્ટ બોલર યશ દયાલ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે યશ દયાલે લગ્નનું વચન આપીને તેનું જાતીય શોષણ કર્યું હતું. પીડિતાએ 21 જૂને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફરિયાદ પણ કરી હતી. ત્યારબાદ પોલીસે મહિલાનું નિવેદન નોંધ્યું હતું. હવે RCBએ આગામી સીઝન માટે યશ દયાલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેને રિટેન કર્યો છે.
યશ દયાલનું IPL 2025માં કેવું રહ્યું પ્રદર્શન?
યશ દયાલે IPL 2025માં RCB માટે શાનદાર પ્રદર્શન કર્યું. તેને 15 મેચમાં 13 વિકેટ લીધી છે. IPL 2024માં તેને 14 મેચમાં 15 વિકેટ લીધી. તે બે સીઝનથી RCBનો ભાગ છે. પરંતુ યશ દયાલે 2023માં જ્યારે ગુજરાત ટાઈટન્સમાં ભાગ લીધો હતો, ત્યારે યશ દયાલે KKR બેટ્સમેન રિંકુ સિંહ દ્વારા 5 બોલમાં સતત 5 છગ્ગા ફટકાર્યા હતા.
RCBએ આ ખેલાડીઓને કર્યા રિટેન
રજત પાટીદાર, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, કૃણાલ પંડ્યા, સ્વપ્નિલ સિંઘ, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, જેકબ બેથેલ, જોશ હેઝલવુડ, યશ દયાલ, ભુવનેશ્વર કુમાર, નુવાન તુષારા, રસિક સલામ, અભિનંદન સિંહ, સુયશ શર્મા.
આ સાથે જ RCBએ આગામી સિઝન માટે તેમની ટીમમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે. ટીમે સ્વસ્તિક ચિકારા, મયંક અગ્રવાલ, ટિમ સીફર્ટ, લિયામ લિવિંગસ્ટોન, મનોજ ભંડગે, લુંગી એન્ગીડી, બ્લેસિંગ મુઝારાબાની અને મોહિત રાઠીને રિલીઝ કર્યા છે.