IPL 2026માં ખેલાડીઓના અનોખા સેલિબ્રેશન સતત ચર્ચાનો વિષય રહ્યા છે, પરંતુ આકાશ સિંહનું ચિટ સેલિબ્રેશન હવે વિવાદમાં ફસાઈ ગયું છે. લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલરે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે શાનદાર બોલિંગ કરી હતી, 26 રન આપીને 3 વિકેટ લીધી હતી, પરંતુ વિકેટ લીધા પછી ખિસ્સામાંથી કાગળની ચિટ કાઢવાની તેની સ્ટાઈલ ઘણા ક્રિકેટ દિગ્ગજોને પસંદ ન પડી.
મેચ દરમિયાન દરેક વિકેટ પછી આકાશ સિંહ પોતાના ખિસ્સામાંથી કાગળની એક નાની ચિટ કાઢતો જોવા મળ્યો. પાછળથી ખબર પડી કે સ્લિપ પર એક પ્રેરક સંદેશ લખેલો હતો - #Akkionfire, આકાશ જાણે છે કે T20 મેચમાં વિકેટ કેવી રીતે લેવી.
IPL 2026માં આ ચિટ સેલિબ્રેશન એક નવો ટ્રેન્ડ બની રહ્યો છે. ઉર્વિલ પટેલ અને રઘુ શર્મા પણ પહેલા આ પ્રકારની સેલિબ્રેશન કરતા જોવા મળ્યા છે. પરંતુ ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોને આકાશ સિંહની સ્ટાઈલ પસંદ ન હતી.
અંબાતી રાયડુએ આ સેલિબ્રેશન પર તીખી પ્રતિક્રિયા આપી. તેને કહ્યું કે તે ફક્ત એ જાણવા માગે છે કે તેને ક્યારે વિચાર આવ્યો, "અરે, આ ખૂબ સરસ લાગશે, તે તેને ટીવી પર બતાવશે અને બધાને લાગશે કે તે ખૂબ જ કૂલ છે." તે એ પણ જાણવા માગે છે કે તેના કયા મિત્રોએ તેને કહ્યું કે આ એક સરસ આઈડિયા છે. અંબાતી રાયડુએ આગળ કહ્યું કે ઘણા લોકોને કદાચ તે ગમશે નહીં, પરંતુ તે થોડું ફની અને થોડું મૂર્ખ છે.
https://twitter.com/IPL/status/2055297460944490984
અંબાતી રાયડુએ ચિટ ઉજવણી પર પ્રતિબંધ મૂકવાની કરી માગ
અંબાતી રાયડુ અહીં જ અટક્યો નહીં. તેને આવા સેલિબ્રેસન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની પણ માગ કરી. અંબાતી રાયડુએ કહ્યું કે તેનું માનવું છે કે આ ચિટના સેલિબ્રેશન પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ સંપૂર્ણ બકવાસ છે. ખેલાડીઓને કોઈપણ રીતે ચિટ રાખવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
આ દરમિયાન સાઉથ આફ્રિકાના દિગ્ગજ ફાસ્ટ બોલર ડેલ સ્ટેને પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા આપી. સ્ટેને લખ્યું કે આ ચિટ પર પ્રતિબંધ મૂકવાનો સમય આવી ગયો છે. તે હવે ટ્રેન્ડી રહ્યું નથી. હકીકતમાં તે ક્યારેય ન હતું.
આકાશ સિંહે સેલિબ્રેશનનું કારણ જણાવ્યું
તેના ચિટ સેલિબ્રેશનની ટીકા છતાં આકાશ સિંહે કહ્યું કે તે તેને પ્રેરણા આપે છે અને તે આમ કરવાનું ચાલુ રાખશે. આકાશે કહ્યું કે તે તેને પ્રેરણા આપે છે, અને તેનું કોઈ ચોક્કસ કારણ નથી. તે મેચ દરમિયાન જે પણ તેને પ્રેરણા આપે છે તેને ટેકો આપવાનું ચાલુ રાખશે.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?