IPL 2026માં પોતાની શાનદાર બોલિંગથી પોતાનું નામ બનાવી રહેલા અંશુલ કંબોજ માટે 15 મેનો દિવસ દુઃસ્વપ્નથી ઓછો ન હતો. ચેન્નાઈ સુપર કિંગ્સના આ યુવા બોલરે લખનૌ સુપર જાયન્ટ્સ સામે એક અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો, જે IPL ઇતિહાસમાં પહેલાં ક્યારેય જોવા મળ્યો ન હતો.
લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અંશુલ કંબોજના બોલ રન માટે હિટ થયા હતા. તે IPL ઈતિહાસમાં એક જ મેચમાં બે અલગ અલગ ઓવરમાં સતત ચાર છગ્ગા આપનાર પ્રથમ બોલર બન્યો.
મિચેલ માર્શે મચાવી ધૂમ
LSGના વિસ્ફોટક બેટ્સમેન મિચેલ માર્શે અંશુલ કંબોજ પર જોરદાર પ્રહાર કર્યા. મેચની પાંચમી ઓવરમાં મિચેલ માર્શે તેના પહેલા ચાર બોલમાં 4 છગ્ગા ફટકાર્યા. પછી 17મી ઓવરમાં, અંશુલના પહેલા ચાર બોલ સીધા બાઉન્ડ્રી પર ગયા અને ફરીથી, સતત ચાર છગ્ગા ફટકાર્યા.
આનાથી અંશુલ કંબોજ IPL ઈતિહાસમાં એક ઈનિંગમાં કુલ આઠ છગ્ગા આપનાર બીજા બોલર બન્યો. તેમના પહેલા આ શરમજનક રેકોર્ડ યશ દયાલના નામે હતો. યશ દયાલે IPL 2023 માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમતી વખતે 8 છગ્ગા આપ્યા હતા.
અશુંલ કંબોજે 60થી વધુ રન આપ્યા
આ મેચમાં અંશુલ કંબોજે કુલ 2.4 ઓવર ફેંકી અને 63 રન આપ્યા. તેને 16 બોલ ફેંક્યા, જેમાંથી બેટ્સમેનોએ 11 બોલમાં એક ફોર કે સિક્સર ફટકારી. છેલ્લા 10 બોલમાં અંશુલે 8 સિક્સર અને 1 ફોર આપી. જ્યારે એક બોલ ડોટ હતો. આ રીતે તેને 10 બોલમાં 52 રન આપ્યા. IPL ઈતિહાસમાં ઓછામાં ઓછી 2 ઓવર ફેંકનારા બોલરોમાં આ સૌથી ખરાબ સ્પેલ હતો. ફક્ત વોશિંગ્ટન સુંદરનો જ આનાથી ખરાબ રેકોર્ડ છે, જેને 2024માં દિલ્હી કેપિટલ્સ સામે 12 બોલમાં 10 બાઉન્ડ્રી આપી હતી.
અંશુલ કંબોજ ચેન્નાઈ સુપર કિંગ્સનો બીજો બોલર પણ બન્યો જેને 3 કે તેથી ઓછી ઓવર ફેંકી અને 60 થી વધુ રન આપ્યા. આ પહેલા ખલીલ અહેમદે 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે 65 રન આપ્યા હતા. પરંતુ અંશુલ કંબોજ IPL 2026 માં CSKનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો છે. અંશુલ પર્પલ કેપની રેસમાં ત્રીજા નંબરે છે, તેને અત્યાર સુધી 12 મેચમાં 19 વિકેટ લીધી છે. ફક્ત કાગીસો રબાડા અને ભુવનેશ્વર કુમાર યાદવ જ તેનાથી આગળ છે.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?