બાબર આઝમની સરખામણી ઘણીવાર વિરાટ કોહલી સાથે કરવામાં આવે છે, પરંતુ તેમના રેકોર્ડ વચ્ચે ઘણો તફાવત છે. તાજેતરના પ્રદર્શન પર નજર કરીએ તો, વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે, જ્યારે બાબર તેના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે.
બાબર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રન બનાવી શક્યો નથી, જેના કારણે તેને ઘણી વખત રાષ્ટ્રીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. હાલમાં બાબર PSLમાં રમી રહ્યો છે, જ્યારે વિરાટ કોહલી IPLમાં રમી રહ્યો છે. લીગની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકારે બાબરને કોહલી સાથેની સરખામણી વિશે પૂછ્યું, જે તેને ગમ્યું નહીં.
બાબર આઝમની પ્રેસ કોન્ફરન્સની એક ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. પત્રકારે તેમને પૂછ્યું, "આ જ કારણ છે કે તમારી સરખામણી વિરાટ કોહલી સાથે કરવામાં આવે છે. પણ તમે વિરાટ કોહલીની જેમ મેચ કેમ પૂરી નથી કરી શકતા?" કોહલીને વિશ્વભરમાં ચેઝ માસ્ટર તરીકે ઓળખવામાં આવે છે, જેમણે ચેઝ કરતી વખતે ઘણી વખત મોટી ટીમો સામે પોતાની ટીમને વિજય અપાવ્યો છે.
https://twitter.com/Abdullahh_56/status/2041947619774050673
બાબર આઝમ ગુસ્સે થયો અને આ જવાબ આપ્યો
આ પ્રશ્ન સાંભળીને બાબર આઝમ નારાજ થયા હોય તેવું લાગ્યું. તેને પત્રકારને અટકાવતા કહ્યું, "બસ તેને પૂરું કરી દો. જે રીતે તમે આ સવાલ પૂછી રહ્યા છો, તેને છોડી દો." પરંતુ જ્યારે પત્રકારે પોતાનો સવાલ ફરીથી પૂછ્યો, ત્યારે તેને જવાબ આપ્યો, "મેં ઘણી બધી મેચ પૂરી કરી છે. તમને લાગશે કે મેં નથી પૂરી કરી, પણ મેં ઘણી બધી મેચ પૂરી કરી છે."
ઘણા ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરોએ અગાઉ આ મુદ્દા પર વાત કરી છે. T20 વર્લ્ડકપ દરમિયાન બાબર આઝમને પણ બેટિંગ ક્રમમાં નીચે ઉતારવામાં આવ્યો હતો. વિરાટ કોહલીએ ઈન્ટરનેશનલ T20 અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી છે અને હવે તે ફક્ત ODI ફોર્મેટમાં રમે છે.
વિરાટ કોહલીએ IPL 2026 માં પણ શાનદાર શરૂઆત
વિરાટ કોહલીએ IPL 2026 માં પણ શાનદાર શરૂઆત કરી છે . તેને સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની પહેલી મેચમાં અણનમ 69 રન બનાવ્યા હતા. તે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 28 રન બનાવીને આઉટ થયો હતો.
દરમિયાન, બાબર આઝમ પીએસએલ 2026 માં પેશાવર ઝાલ્મીનું નેતૃત્વ કરી રહ્યો છે. તેણે ચાલુ આવૃત્તિની પહેલી મેચમાં 39 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેણે કિંગ્સમેન સામેની બીજી મેચમાં મહત્વપૂર્ણ 43 રન બનાવ્યા.
આ પણ વાંચો: GT Vs RR: શુભમન ગિલ રાજસ્થાન સામેની મેચમાંથી કેમ થયો બહાર? રાશિદ ખાને કર્યો મોટો ખુલાસો