ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝન 28 માર્ચથી શરૂ થવાની છે, જેમાં પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. રસપ્રદ વાત એ છે કે આ ઓપનિંગ મેચ RCBના હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે.


2025 ચેમ્પિયન RCB આ સિઝનમાં SRH સામે પોતાનો વિજય ક્રમ ચાલુ રાખવાનો પ્રયાસ કરશે. આ જ કારણ છે કે RCB ફેન્સ આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ભુવનેશ્વર કુમાર પાસે શાનદાર તક

આરસીબી વિરુદ્ધ એસઆરએચ મેચમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આકર્ષણનું કેન્દ્ર બનશે, ત્યારે અનુભવી બોલર ભુવનેશ્વર કુમાર પણ પોતાનો બોલિંગ જાદુ બતાવવા માટે એક્સાઈટેડ રહેશે. વધુમાં આ મેચ ભુવનેશ્વર કુમારને ઈતિહાસ રચવાની એક મહાન તક આપશે. હકીકતમાં ફક્ત 2 વિકેટ સાથે ભુવનેશ્વર કુમાર IPLમાં 200 વિકેટની સિદ્ધિ હાંસલ કરશે. અત્યાર સુધી ફક્ત એક જ બોલરે આ સિદ્ધિ હાંસલ કરી છે.

ખાસ ક્લબમાં કરશે એન્ટ્રી

યુઝવેન્દ્ર ચહલ IPLના ઈતિહાસમાં 200 કે તેથી વધુ વિકેટ લેનાર એકમાત્ર બોલર છે. યુઝવેન્દ્ર ચહલે 174 મેચની 172 ઈનિંગમાં 221 વિકેટ લીધી છે. ચહલ IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે. ભુવનેશ્વર કુમાર આ લિસ્ટમાં બીજા નંબરે છે. ભુવીએ IPLમાં 190 મેચોમાં 198 વિકેટ લીધી છે. તેને IPL મેચમાં 2 વાર 4 વિકેટ અને એટલી જ વાર 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે.

IPL ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

યુઝવેન્દ્ર ચહલ – 221

ભુવનેશ્વર કુમાર - 198

સુનીલ નારાયણ – 192

પિયુષ ચાવલા – 192

રવિચંદ્રન અશ્વિન - 187

તમને જણાવી દઈએ કે ભુવનેશ્વર કુમારે અત્યાર સુધીમાં T20 ક્રિકેટમાં 335 વિકેટ લીધી છે. તે T20 ક્રિકેટમાં ભારત માટે ત્રીજા નંબરે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. ફક્ત યુઝવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ જ તેમના કરતા વધુ વિકેટ લઈ શક્યા છે. જો ભુવનેશ્વર આ સિઝનમાં સારી બોલિંગ કરવાનું ચાલુ રાખે છે, તો તે T20 ક્રિકેટમાં 350 વિકેટની સિદ્ધિ હાંસલ કરી શકે છે.

T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલરો

યુઝવેન્દ્ર ચહલ – 384

જસપ્રીત બુમરાહ – 345

ભુવનેશ્વર કુમાર - 335

પિયુષ ચાવલા – 327

આર અશ્વિન - 317

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!

  • Follow us on: