IPL 2026 પહેલા KKRએ ઓસ્ટ્રેલિયન સ્ટાર ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનને 25.20 કરોડ રૂપિયામાં એક મીની-ઓક્શનમાં સાઈન કર્યો. કોલકાતાના ટીમ મેનેજમેન્ટને આશા હતી કે તે આ સિઝનમાં બેટ અને બોલ બંનેમાં મુખ્ય ભૂમિકા ભજવશે. પરંતુ આ સિઝનની પહેલી 3 મેચમાં કેમેરોન ગ્રીનના પ્રદર્શનને જોતાં એવું લાગે છે કે KKR એ તેને ઓક્શનમાં સાઈન કરીને મોટી ભૂલ કરી છે.


કેમેરોન ગ્રીન બેટથી સારું પ્રદર્શન કરી રહ્યો નથી

કેમેરોન ગ્રીન ઈજાને કારણે આ સિઝનની શરૂઆતની મેચોમાં બોલિંગ કરી રહ્યો નથી. બેટથી તેની સતત નિષ્ફળતાએ પણ KKRની મુશ્કેલીઓ વધારી છે. આ સતત ત્રીજી IPL સિઝન છે જ્યાં ગ્રીન બેટથી સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો છે.

પંજાબ કિંગ્સ સામે તેની ઈનિંગ ફક્ત 2 બોલ સુધી ચાલી હતી. તેને પહેલા બોલ પર ફોર ફટકારી હતી, પછીના જ બોલ પર ઝેવિયર બાર્ટલેટ દ્વારા આઉટ કરવામાં આવ્યો હતો.

કેમેરોન ગ્રીન 3 મેચમાં 24 રન બનાવવામાં સફળ રહ્યો

આ સિઝનમાં KKR એ પોતાની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમી હતી. ગ્રીને તે મેચમાં 18 રન બનાવ્યા હતા. હૈદરાબાદ સામેની મેચમાં ગ્રીન 2 રન બનાવીને આઉટ થયો હતો. પંજાબ કિંગ્સ સામેની મેચમાં તે 2 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો હતો. આ સિઝનમાં તે કોઈ પણ મેચમાં મોટી ઇનિંગ રમી શક્યો નથી, ત્રણ મેચમાં તેના બેટમાંથી ફક્ત 24 રન જ આવ્યા છે.

કેમેરોન ગ્રીન અત્યાર સુધી IPLમાં 32 મેચ રમી શક્યો છે. આ દરમિયાન તેને 31 ઈનિંગમાં 36.55 ની એવરેજથી 731 રન બનાવ્યા છે. તેને IPLમાં 1 સદી અને 2 અડધી સદી ફટકારી છે.

કેમ કેમેરોન ગ્રીન બોલિંગ નથી કરી રહ્યો?

બોલિંગમાં કેમેરોન ગ્રીનની ગેરહાજરીથી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ કોમ્બિનેશન પર અસર પડી છે, અને કેપ્ટન અજિંક્ય રહાણેએ પોતે આ વાત સ્વીકારી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વર્કલોડ મેનેજમેન્ટને કારણે IPL 2026 ની શરૂઆતની મેચોમાં ગ્રીનને બોલિંગ કરતા અટકાવ્યો હતો. કેમેરોન ગ્રીન બોલિંગ કરતા પહેલા કેટલી મેચોમાં પાછો ફરશે તે સ્પષ્ટ નથી. ગ્રીનને હવે આગામી મેચોમાં બેટથી સારું પ્રદર્શન કરવાની જરૂર પડશે.

આ પણ વાંચો: GT Vs RR: શુભમન ગિલ રાજસ્થાન સામેની મેચમાંથી કેમ થયો બહાર? રાશિદ ખાને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: