દિલ્હી કેપિટલ્સને તેમના હોમ ગ્રાઉન્ડ ફિરોઝ શાહ કોટલા ખાતે બીજી એક કારમી હારનો સામનો કરવો પડ્યો, કારણ કે ચેન્નાઈ સુપર કિંગ્સે તેમને 8 વિકેટથી હરાવ્યા, જેનાથી તેમની બધી યોજનાઓ નિષ્ફળ ગઈ. યલો આર્મીએ બે મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવ્યા, જ્યારે યજમાન ટીમના સપના ચકનાચૂર થઈ ગયા.
દિલ્હીની નિષ્ફળ બેટિંગ
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સને પહેલા બોલિંગ માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ શરૂઆતમાં તેમનો નિર્ણય પલટાઈ ગયો જ્યારે ઓપનર પથુમ નિસંકા (19 રન) અને કેએલ રાહુલ (12 રન) આઉટ થયા. ત્યારબાદના બેટ્સમેન નીતિશ રાણા (15 રન), કરુણ નાયર (13 રન) અને અક્ષર પટેલ (2 રન) પણ લાંબા સમય સુધી રમી શક્યા નહીં. એક સમયે, ટીમે 5 વિકેટે 69 રન બનાવ્યા હતા.
સ્ટબ્સ-રિઝવીએ બચાવી લાજ
ત્યારબાદ ટ્રિસ્ટન સ્ટબ્સ અને ઈમ્પેક્ટ પ્લેયર સમીર રિઝવીએ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો અને આખા મેદાન પર બાઉન્ડ્રી મારવાનું શરૂ કર્યું. સ્ટબ્સ 31 બોલમાં 38 રન બનાવ્યા, જ્યારે રિઝવીએ 24 બોલમાં અણનમ 40 રનનું યોગદાન આપ્યું. આશુતોષ શર્માના 14 રનથી ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 155/7 સુધી પહોંચી શકી. બોલિંગની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સના નૂર અહેમદે 2 બેટ્સમેનોને આઉટ કર્યા, જ્યારે અકીલ હુસૈન, મુકેશ ચૌધરી, ગુર્જપનીત સિંહ અને જેમી ઓવરટને 1-1 વિકેટ લીધી.
સેમસને દિલ્હીમાં મચાવી ધૂમ
156 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત ખરાબ રહી. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ફરી એકવાર નિષ્ફળ ગયો, લુંગી એનગીડીના બોલ પર સમીર રિઝવીના હાથે 6 રન બનાવીને કેચ આઉટ થયો. પાવરપ્લે પછી ઉર્વિલ પટેલ 9 બોલમાં 17 રન બનાવીને અક્ષર પટેલના બોલ પર આઉટ થયો.
ત્યારપછી સંજુ સેમસન એક્શનમાં આવ્યો અને ઝડપથી પોતાનો 50 રન બનાવ્યો. કેરળના આ શક્તિશાળી બેટ્સમેને 52 બોલમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારીને શાનદાર 87 રન બનાવ્યા અને ટીમને વિજયની નજીક પહોંચાડી. કાર્તિક શર્માએ પણ 31 બોલમાં 41 રન બનાવ્યા, જેનાથી સીએસકે 17.3 ઓવરમાં 2 વિકેટે 159 રન સુધી પહોંચી શક્યો.
અક્ષર પટેલની આ ભૂલને કારણે દિલ્હી કેપિટલ્સ હારી ગયું
ચેન્નાઈ સુપર કિંગ્સે શાનદાર બેટિંગ કરી અને 17.3 ઓવરમાં 8 વિકેટે મેચ જીતી લીધી. સંજુ સેમસને અણનમ 87 રન બનાવ્યા. પરંતુ ટોસ જીતીને અક્ષર પટેલની ટીમનો પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય મોંઘો સાબિત થયો અને કેપ્ટનની આ મોટી ભૂલ ટીમ માટે ઘાતક સાબિત થઈ.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?