IPLની 63મી મેટ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. ચેપોક ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સની આ સીઝનની છેલ્લી મેચ હશે. ફેન્સને આશા હતી કે આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોની રમતો જોવા મળશે. આ દરમિયાન એમએસ ધોનીને લઈને ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે, જેનાથી ફેન્સ ગુસ્સે ભરાયા છે.
મહેન્દ્ર સિંહ ધોની ફરી થયો ઈજાગ્રસ્ત
મીડિયા રિપોર્ટ્સ મુજબ મહેન્દ્ર સિંહ ધોનીને બીજી ઈજા થઈ છે, આ વખતે તેના અંગૂઠામાં ઈજા થઈ છે. આ ઈજાને કારણે તે IPL 2026 માં એક પણ મેચ રમી શકશે નહીં. ભલે માહી આ મેચમાં રમ્યો ન હતો, પણ તે મેદાન પર હોઈ શકે છે. મહેન્દ્ર સિંહ ધોની આ સિઝનમાં ફરી એકવાર મેચનો દિવસ ચૂકી ગયો છે. પરંતુ ફેન્સને તેને જોવાની તક મળી શકે છે.
જાણો કોને મળશે તક
આ સ્થિતિમાં, ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવન ટીમમાં ફક્ત એક જ ફેરફાર થશે. અકીલ હુસૈનને છેલ્લી મેચમાં તક મળી ન હતી. તેથી ફ્રેન્ચાઈઝી તેને પ્લેઈંગ ઈલેવન ટીમમાં પાછો લાવી શકે છે. આ સ્થિતિમાં ગુર્જપનિત સિંહ બહાર રહેશે. સ્પેન્સર જોહ્ન્સનને હૈદરાબાદ સામે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે સામેલ કરી શકે છે. તેને પાછલી મેચમાં તેની પ્રભાવશાળી બોલિંગની ઝલક બતાવી હતી. તેથી ટીમને જોહ્ન્સન પાસેથી ઘણી અપેક્ષાઓ છે.
ચેન્નાઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન
સંજુ સેમસન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ઉર્વીલ પટેલ, કાર્તિક શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, પ્રશાંત વીર, અકિલ હુસૈન, નૂર અહેમદ, અંશુલ કંબોજ, મુકેશ ચૌધરી.
ઈમ્પેક્ટ પ્લેયર - સ્પેન્સર જોહ્ન્સન
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?