IPL 2026ની 63મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. MA ચિદમ્બરમ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મળેલી હારથી CSKના પ્લેઓફમાં જવાના માર્ગ પર મોટો ખતરો ઉભો થયો છે. પરંતુ હાર છતાં, કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટીમના પ્રદર્શનની પ્રશંસા કરી.

મેચ પછી CSK કેપ્ટને કહ્યું કે "આ એક શાનદાર ક્રિકેટ મેચ હતી. અમે 19મી ઓવર સુધી મેચમાં હતા. તે એક સારી T20 પિચ હતી. મેચ દરમિયાન પિચમાં બહુ ફેરફાર થયો ન હતો. અમે ફક્ત થોડી તકો ગુમાવી. તેમ છતાં અમારી ટીમ અને મર્યાદિત ટીમને ધ્યાનમાં લેતા મને હજુ પણ ગર્વ છે અને લાગે છે કે અમે સારું પ્રદર્શન કર્યું. સાચું કહું તો, ઘણી બધી સકારાત્મકતાઓ છે.

સંજુ અમારા માટે ખૂબ સારું રમી રહ્યો છે. કેટલાક મુખ્ય ખેલાડીઓ આ સિઝનમાં રમી શક્યા નથી. સ્વાભાવિક રીતે તે ઘણા પરિબળો પર આધાર રાખે છે. આ મેચમાં બધાએ પોતાનું સર્વસ્વ આપ્યું, અને મને ખેલાડીઓ પર ગર્વ છે. અમારી પાસે જે દર્શકો અને ફેન્સ છે તેમને સારા અને ખરાબ સમયમાં અમારું સમર્થન કર્યું. ગયા વર્ષની તુલનામાં અમે આ વર્ષે ઘણા સારા હતા."

ચેન્નાઈ સુપર કિંગ્સની IPL 2026માં થઈ સાતમી હાર

ચેન્નાઈ સુપર કિંગ્સનો IPL 2026માં સાતમી હાર થઈ. CSKના હવે 13 મેચોમાં 12 પોઈન્ટ છે, જેના કારણે ટીમનો પ્લેઓફમાં જવાનો માર્ગ વધુ મુશ્કેલ બની ગયો છે. CSK ને તેમનો અંતિમ લીગ મેચ નોંધપાત્ર માર્જિનથી જીતવાની જરૂર પડશે અને અન્ય ટીમોના પરિણામો પર પણ આધાર રાખવો પડશે. સોમવારે SRH સામે કેપ્ટન ઋતુરાજે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. CSK એ ડેવાલ્ડ બ્રેવિસના 27 બોલમાં 44 અને કાર્તિક શર્માના 32 રનની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 180 રન બનાવ્યા.

CSKને હરાવીને SRHએ પ્લેઓફમાં સ્થાન મેળવ્યું

CSKના બોલરો મુશ્કેલ બેટિંગ પીચ પર 181 રનના ટાર્ગેટનો બચાવ કરવામાં નિષ્ફળ રહ્યા. SRH માટે ઈશાન કિશને 47 બોલમાં 70 રનની મજબૂત ઈનિંગ રમી, જ્યારે હેનરિક ક્લાસેને 26 બોલમાં 47 રન બનાવ્યા. સાથે મળીને તેઓએ ત્રીજી વિકેટ માટે 75 રનની મહત્વપૂર્ણ પાર્ટનરશીપ કરી, જે મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. જીત સાથે SRHએ પ્લેઓફમાં સ્થાન મેળવ્યું.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?