આઈપીએલ 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા અને સુરેશ રૈના વગર રમશે. ચેન્નાઈ ફ્રેન્ચાઈઝી હાલમાં પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે.


પહેલા ચેન્નાઈ ફ્રેન્ચાઈઝી અનુભવી ખેલાડીઓને તક આપવા માટે જાણીતી હતી, પરંતુ હવે તેમની ટીમ યુવા ખેલાડીઓમાં રોકાણ કરી રહી છે. આ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ચેન્નાઈ ટીમે આ સીઝન માટે યુવા ટીમ તૈયાર કરી છે. આઈપીએલના ઈતિહાસમાં આ પહેલીવાર બનશે જ્યારે તેમની ટીમ એમએસ ધોની, સુરેશ રૈના અને રવિન્દ્ર જાડેજા વગર રમી રહ્યા છે.

એમએસ ધોની અને સુરેશ રૈના સીએસકે ફ્રેન્ચાઈઝના સૌથી મોટા ફેસ રહ્યા

2008માં જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની સ્થાપના થઈ ત્યારે, IPL ની શરૂઆતની સીઝનની શરૂઆતમાં બે ખેલાડીઓને ટીમનો સૌથી મોટો ફેસ માનવામાં આવતો હતો. આ બે ભારતીય બેટ્સમેન સુરેશ રૈના અને એમએસ ધોની હતા.

જ્યારે મેથ્યુ હેડન, માઈકલ હસી, મુથૈયા મુરલીધરન, ડગ બોલિંગર, એલ્બી મોર્કેલ અને શેન વોટસન સહિત ઘણા ખેલાડીઓ IPL માં સુપર કિંગ્સ માટે રમ્યા છે, ત્યારે આ બે ભારતીય દિગ્ગજો હંમેશા CSK ફેન્સના દિલમાં "થાલા" અને "ચિન્ના થાલા" તરીકે રહ્યા છે. આ પહેલી સીઝન હશે જેમાં ટીમ આ બે ભારતીય દિગ્ગજો વિના રમી રહ્યા છે. સુરેશ રૈનાએ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, જ્યારે ધોની સીઝનની શરૂઆતમાં ટીમ માટે ઉપલબ્ધ રહેશે નહીં.

IPLમાં એમએસ ધોની અને સુરેશ રૈનાનો રેકોર્ડ

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોથી એમએસ ધોની આઈપીએલમાં સૌથી અનુભવી ખેલાડીઓમાંનો એક રહ્યો છે. તેને લીગમાં 278 મેચ રમી છે અને 100 ઈનિંગમાં અણનમ રહેવાનો અનોખો રેકોર્ડ ધરાવે છે. આ દરમિયાન એમએસ ધોનીએ 38.30ની એવરેજ અને લગભગ 138 ના સ્ટ્રાઈક રેટથી 5439 રન બનાવ્યા છે. એમએસ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, જેમાં આઈપીએલ અને CLT20 મેચનો સમાવેશ થાય છે.

સુરેશ રૈનાએ 200 થી વધુ આઈપીએલ મેચ રમી છે અને આ સમયગાળા દરમિયાન 5528 રન બનાવ્યા છે. રૈના આઈપીએલના ઈતિહાસમાં સીએસકે ટીમ માટે બીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેને ગુજરાત લાયન્સ માટે બે સીઝનમાં 841 રન પણ બનાવ્યા હતા. એમએસ ધોનીએ 2016-17માં રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ માટે પણ બે સીઝન રમી હતી, જેમાં તે ફક્ત 576 રન બનાવી શક્યો હતો.

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!

  • Follow us on: