ક્રિકેટ મેચો સામાન્ય રીતે મોટા સ્કોર, ચોગ્ગા, છગ્ગા અને સદી માટે યાદ કરવામાં આવે છે. પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની IPL 2026 ની મેચ સોનાની ચેઈનને કારણે ચર્ચાનો વિષય બની ગઈ છે.


પહેલા બેટિંગ કરતા કોલકાતાએ 192 રન બનાવ્યા. જ્યારે બેંગલુરુએ પોતાની પહેલી વિકેટ ગુમાવી ત્યારે RCBના ખેલાડી દેવદત્ત પડિકલે પ્રામાણિકતા દર્શાવીને ફેન્સના દિલ જીતી લીધા.

આ ઘટના વાસ્તવમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ખેલાડી જેકબ બેથેલ સાથે સંબંધિત છે. 193 રનના ટાર્ગેટનો પીછો કરતા, આરસીબીએ વિરાટ કોહલી અને જેકબ બેથેલ સાથે ઈનિંગની શરૂઆત કરી.

RCB ખેલાડીએ પ્રામાણિકતા બતાવી

બેંગલુરુની ઈનિંગની ચોથી ઓવરમાં જેકબ બેથેલ 12 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો. કાર્તિક ત્યાગીનો શોર્ટ-પિચ બોલ બેથેલના હાથ અને પછી તેના હેલ્મેટ પર વાગ્યો. બોલ તેના હેલ્મેટ પર વાગવાના આંચકાથી તેના ગળામાંથી સોનાની ચેઈન પડી ગઈ.


જેકબ બેથેલને ખ્યાલ ન આવ્યો કે તેની સોનાની ચેઈન પીચ પર પડી ગઈ છે અને આઉટ થયા પછી તે મેદાનની બહાર ચાલ્યો ગયો. જ્યારે આરસીબીનો આગામી બેટ્સમેન દેવદત્ત પડિકલ, બેટિંગ કરવા આવ્યો, ત્યારે તેને પીચ પરથી ચેઈન ઉપાડી અને મેચ અધિકારીઓને આપી.

ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે જેકબ બેથેલ

ફિલ સોલ્ટની ઈજા બાદ જેકબ બેથેલને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે ઓપનિંગ બેટ્સમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. અત્યાર સુધી તેને IPL 2026 માં 6 ઈનિંગમાં ફક્ત 85 રન બનાવ્યા છે. આ સિઝનમાં તેનો અત્યાર સુધીનો હાઈએસ્ટ સ્કોર 27 રન છે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: