IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ KKRને હરાવીને પોઈન્ટ ટેબલમાં નંબર વન સ્થાન મેળવ્યું. વિરાટ કોહલીએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું, સદી ફટકારીને RCB ને છ વિકેટથી શાનદાર વિજય અપાવ્યો.


રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ડ્રેસિંગ રૂમમાં ખુશીનો માહોલ છવાઈ ગયો અને KKR ના મેન્ટર ડ્વેન બ્રાવોએ RCBના ડ્રેસિંગ રૂમમાં પ્રવેશ કર્યો. આ સમય દરમિયાન તેને વિરાટ કોહલીને ખાસ અપીલ કરી.

KKR મેન્ટર RCBના ડ્રેસિંગ રૂમમાં કેમ ઘૂસ્યા?

જીત બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ડ્રેસિંગ રૂમમાં તમામ ખેલાડીઓની મહેનતની પ્રશંસા કરવામાં આવી. વિરાટ કોહલીની પણ પ્રશંસા કરવામાં આવી. ત્યારબાદ KKR ના મેન્ટર ડ્વેન બ્રાવોએ RCB ડ્રેસિંગ રૂમની મુલાકાત લીધી અને વિરાટ કોહલીને મળ્યા.


તેમને કોહલી પાસેથી જર્સી પર ઓટોગ્રાફ મેળવ્યો. ત્યારબાદ તેઓ વિરાટને ભેટી પડ્યા અને ખાસ વિનંતી કરી. તેમને ક્રિકેટને તેની ખૂબ જરૂર હોવાથી લાંબા સમય સુધી રમવા માટે વિનંતી કરી.

આરસીબીએ કેકેઆરને 6 વિકેટથી હરાવ્યું

રાયપુરમાં પહેલા બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સે 192 રન બનાવ્યા. અંગક્રિશ રઘુવંશીએ 46 બોલમાં 71 રન અને રિંકુ સિંહે અણનમ 49 રન બનાવ્યા. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે 193 રનનો મોટો ટાર્ગેટ હતો. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી વિરાટ કોહલીએ 60 બોલમાં અણનમ 105 રન બનાવ્યા. દેવદત્ત પડિકલે પણ 39 રન બનાવ્યા. આનાથી આરસીબીને 6 વિકેટથી જીત મળી.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: