હાલના IPL 2026 પોઈન્ટ ટેબલ સૂચવે છે કે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સને પ્લેઓફમાં પહોંચવા માટે સખત સંઘર્ષ કરવો પડશે. પરંતુ એક પોઈન્ટ ટેબલ સામે આવ્યું છે જેને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.


કારણ કે આ પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ સ્થાને છે. હકીકતમાં તમને IPL સીઝન દરમિયાન આપવામાં આવતા 'ફેરપ્લે એવોર્ડ' વિશે વાત કરી રહ્યા છીએ.

તમે ઘણીવાર લાઈવ મેચ દરમિયાન સ્ક્રીન પર પ્રદર્શિત થતું ફેર પ્લે એવોર્ડ પોઈન્ટ ટેબલ જોયું હશે. ફેર પ્લેનો અર્થ શું છે અને આ ટેબલ બનાવવાનો આધાર શું છે? ફેર પ્લે એ દર્શાવે છે કે કઈ ટીમ રમતની ભાવનાનું પાલન કરીને શિસ્તબદ્ધ અને સુસંગત રીતે રમી રહી છે. સૌથી ઓછા વિવાદો ધરાવતી ટીમ ફેર પ્લે એવોર્ડ લિસ્ટમાં ટોપ પર હોય છે.


મુંબઈ પોઈન્ટ ટેબલમાં ટોપ પર

ફેરપ્લે એવોર્ડ માટે પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટોપ પર છે, જેને રમતની ભાવના જાળવી રાખવા બદલ અત્યાર સુધીની બધી મેચોમાં પૂરા 10 પોઈન્ટ મેળવ્યા છે. આનો અર્થ એ થયો કે MI 100 પોઈન્ટ પર પહોંચી ગયું છે.

આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સે પણ અત્યાર સુધી દરેક મેચમાં 10 પોઈન્ટ મેળવ્યા છે, પરંતુ હાલમાં 9 મેચ રમ્યાને કારણે તેમના 90 પોઈન્ટ છે. પંજાબ કિંગ્સ ત્રીજા નંબરે છે, ગુજરાત ટાઈટન્સ ચોથા સ્થાને છે અને રાજસ્થાન રોયલ્સ પાંચમા સ્થાને છે.

આરસીબી અને દિલ્હી તળિયે

દિલ્હી કેપિટલ્સ ફેરપ્લે એવોર્ડ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ નવમા ક્રમે છે. કોલકાતા નાઈટ રાઈડર્સ મુખ્ય પોઈન્ટ ટેબલમાં આઠમા ક્રમે છે અને ફેરપ્લેમાં 8મા ક્રમે છે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: