ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝન હવે એવા તબક્કામાં પહોંચી ગઈ છે જ્યાં ટીમોના પ્લેઓફમાં પહોંચવાનું ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ જેણે અગાઉ ફક્ત લીગ સ્ટેજ સુધીના મેચોના શેડ્યૂલની જાહેરાત કરી હતી, તેને 6 મેના રોજ પ્લેઓફ અને ફાઈનલ મેચની તારીખો જાહેર કરી છે, સાથે જ સ્થળો પણ નક્કી કર્યા છે.


આ પહેલા એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે IPL 2026ની ફાઈનલ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે, પરંતુ BCCI એ તેને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજવાનો નિર્ણય લીધો છે. હવે કર્ણાટક ક્રિકેટ એસોસિએશને BCCIના આ નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી છે.

BCCIએ અમને કોઈ ઔપચારિક માહિતી આપી નથી

IPL 2026ના પ્લેઓફ અને ફાઈનલ માટેના સ્થળોની જાહેરાત બાદ કર્ણાટક ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને ભૂતપૂર્વ ભારતીય ખેલાડી વેંકટેશ પ્રસાદે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ આ બાબતે BCCI સાથે સતત વ્યક્તિગત સંપર્કમાં છે.


"અમે BCCI ને ઔપચારિક રીતે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL પ્લેઓફ મેચોનું આયોજન કરવાના અમારા ઈરાદા વિશે જાણ કરી છે. આ સિઝનમાં બેંગલુરુમાં આયોજિત IPL મેચોનું સંચાલન ઉત્તમ હતું, અને અમારા પગલાની પ્રશંસા કરવામાં આવી હતી. આનાથી મુખ્ય મેચોનું આયોજન કરવાના અમારા દાવાને નોંધપાત્ર રીતે મજબૂત બનાવવામાં આવ્યો છે. અમે સમજીએ છીએ કે BCCI એ આ મેચોને અન્ય સ્થળે યોજવાનો નિર્ણય લીધો છે. પરંતુ KSCAને આ પાછળના કારણો વિશે ઔપચારિક રીતે જાણ કરવામાં આવી નથી. તેમ છતાં અમે BCCI ના નિર્ણયનું સંપૂર્ણ સન્માન કરીએ છીએ."

આ કારણે ફાઈનલ મેચનું આયોજન થવાની હતી આશા

બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL 2026 ની ફાઇનલ યોજાવાની અપેક્ષા હતી કારણ કે મોટાભાગની IPL સીઝનમાં, ફાઈનલ અગાઉના ટાઈટલ વિજેતા ટીમના હોમ વેન્યૂ પર યોજાય છે. પરંતુ કેટલીક સીઝનમાં BCCIએ ફાઈનલ અલગ સ્થળે યોજવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: